પુણે: સંયુક્ત ઓપરેશનમાં પુણે પોલીસ અને આર્મીની ઇન્ટેલિજન્સ ટીમે વિમાન નગર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 87 કરોડથી વધુનું ભારતીય અને અમેરિકી નકલી ચલણ જપ્ત કરવામાં આવ્યું છે અને ગણતરી હજી ચાલુ છે, "નોટની ગુણવત્તા ચકાસવામાં આવી રહી છે પરંતુ ઘણી નોટો 'ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા'ના ડમી બિલ છે,"
પુણે ક્રાઈમ બ્રાંચના ડેપ્યૂટી પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, પોલીસે છ આરોપીઓની ઓળખ કરી છે, જેમાં શેઠ અલીમ ગુલાબ ખાન (જે આર્મી જવાનની સેવા આપે છે), સુનિલ સરદા, રિતેશ રત્નાકર, તુફૈલ અહેમદ મોહમ્મદ ઇશાક ખાન, અબ્દુલ ગની ખાન અને અબ્દુલ રહેમાન અબ્દુલ ગની ખાન છે. સિંહે વધુમાં જણાવ્યું હતું કે આ ગેંગે બનાવટી નોટોને ચાલુ ચલણ તરીકે વાપરી લોકોને છેતર્યા હતા. ડીસીપીએ ઉમેર્યું હતું કે, બનાવટી ચલણના સ્ત્રોતની શોધખોળ ચાલુ છે.
પુણે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા અમને લશ્કરી ગુપ્તચર ટીમ તરફથી તેમના વિશેની માહિતી મળી હતી. આ પછી, અમે સંયુક્ત ઓપરેશન ચલાવીને 6 લોકોની ધરપકડ કરી છે તેમજ જપ્ત કરાયેલા ચલણમાં ભારત સિવાયના દેશોની ચલણોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં સેનાનો જવાન મુખ્ય આરોપી છે.