IT વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં અનુસાર વિભાગ દ્વારા કેટલાક અઠવાડીયાથી સતત તપાસ કરવામાં આવી રહી છે. જેમાં બનાવટી પ્રવેશ અને હવાલા લેવા-દેવા વ્યાપારમાં સામેલ ત્રણ ગ્રુપોએ ઓપરેટરોના કૌભાંડોનો પર્દાફાશ કર્યો હતો.
વધુમાં જણાવ્યું કે દિલ્હીમાં નયા બજારમાં એક ગ્રુપ પર કરેલા સર્વેમાં 18000 કરોડ રૂપિયાથી વધુના બનાવટી બીલ મળ્યા હતા. આ ગ્રુપે બનાવટી બીલો રજુ કરવા 12 નકલી કંપનીઓ બનાવી હતી.