ચેન્નાઇ: વિદેશ પ્રધાન એસ જયશંકરે રવિવારે તમિલનાડુમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે, કલમ 370 બંધારણની એક અસ્થાયી જોગવાઈ હતી, 70 વર્ષ સુધી અસ્થાયી જોગવાઇ તરીકે ચાલુ રહી. આજે તમારી પાસે એવી સરકાર છે જે સાર સંભાળ તો કરે જ છે, પરંતુ પડકારોનો પણ સામનો કરે છે.
વધુમાં જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં સરકારે એવી પ્રણાલીઓ વિકસી છે કે, જેના દ્વારા દુનિયામાં ક્યાંય પણ કોઇ પણ ભારતીયને મુશ્કેલી પડે, તો તેની દેખભાળ કરીએ છીએ. અમે ત્યાં મુશ્કેલીના સમયે હાજર હોઈએ છીએ. જયશંકરે ઉદાહરણ આપતા ચીનની વાત કરી હતી અને કહ્યું કે, ભારતના 400થી વધુ વિદ્યાર્થીઓ ચીનમાં વસવાટ કરતા હતાં. જેને અમે પરત લઇ આવ્યાં છીએ.