ETV Bharat / bharat

લોકડાઉન 2 અઠવાડિયા સુધી લંબાવવા અને FRBMની મર્યાદા વધારવા તેલંગાણાના CMએ કરી અપીલ - FRBMની મર્યાદા વધારવા તેલંગાણાના CM એ કરી અપીલ

તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૂચન કર્યું હતું કે કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે લોકડાઉન બે સપ્તાહ સુધી લંબાવવા અપીલ કરી હતી.

ો
લોકડાઉન 2 અઠવાડિયા સુધી લંબાવવા અને FRBMની મર્યાદા વધારવા તેલંગાણાના CMએ કરી અપીલ
author img

By

Published : Apr 11, 2020, 11:59 PM IST

તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૂચન કર્યું હતું કે કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે લોકડાઉન બે સપ્તાહ સુધી લંબાવે.

તેમણે આ સૂચન બધા રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે થયેલી વડાપ્રધાનની એક ઇન્ટરેક્ટિવ મીટિંગ દરમિયાન કર્યું હતું.

લોકડાઉન દરમિયાન મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે ખાદ્યપ્રણાલી ઉદ્યોગને કાર્ય કરવા દેવા જોઈએ જેથી ખેડુતોને નુકસાન ન થાય અને જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય પણ મળી રહે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે લૉકડાઉનથી કોરોનાના ફેલાવોને રોકવામાં મદદ મળી છે. વધુ બે અઠવાડિયા માટે ક્લોકડાઉન લંબાવવું વધુ સારું છે. આના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

રાવે મોદીને FRBM (ફિસ્કલર રિસ્પોન્સિબિલીટી અને બજેટ મેનેજમેન્ટ) મર્યાદાને હાલના ત્રણથી વધારીને પાંચ ટકા કરવાની પણ વિનંતી કરી, ઉપરાંત રાજ્યોના વ્યાજના દેવાની ચૂકવણી છ મહિના માટે સ્થગિત કરવા પણ જણાવ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.