આગામી લોકસભા માટે પ્રકાશ રાજે કર્ણાટકના બેંગલુરૂથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું છે. આ બેઠક પર તેઓ ભાજપના સાંસદ પીસી મોહનને ટક્કર આપશે. હવે જોવાનું એ રહેશે કે, અભિનેતા તરીકે લોકોમાં ખૂબ પ્રિય એવા પ્રકાશ રાજને લોકો નેતા તરીકે કેટલું પસંદ કરે છે તે તો આગામી 23 મેના રોજ ખબર પડી જશે.
આપને જણાવી દઈએ કે, કર્ણાટકમાં 2 અને 3 તબક્કામાં 28 બેઠકો માટે મતદાન થવાનું છે જેમાં બીજો તબક્કો 18 એપ્રિલ તથા ત્રીજો તબક્કો 23 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. અહીં બંને તબક્કામાં 14-14 બેઠકો પર મતદાન થશે. જેનું પરિણામ 23 મેના રોજ આવશે.