નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગૃહપ્રધાન અમિત શાહ પર કટાક્ષ કર્યો હતો. રાહુલે લખ્યું કે 'સરહદની વાસ્તવિકતા બધા જ જાણે છે', ગાલિબની શાયરીનો ઉલ્લેખ કરીને કહ્યું કે, દિલ બહેલાને કો 'શાહ-યદ' યે ખયાલ અચ્છા હૈ.
રવિવારે વર્ચુઅલ રેલી દરમિયાન અમિત શાહે સરહદોની સુરક્ષા અંગે ખાસ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, જો કોઈ પણ દેશ તેની સરહદોનું રક્ષણ કરવામાં સક્ષમ છે, તો તે ભારત છે અને આ આખું વિશ્વ તેને સ્વીકારી રહ્યું છે.
ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે. બંને દેશોના સૈન્ય કમાન્ડરો વચ્ચે પણ તેની ચર્ચા થઈ છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર વાટાઘાટો યોગ્ય દિશામાં ચાલી રહી છે.