ETV Bharat / bharat

રાજસ્થાનની બસોને આગરા બોર્ડરમાં પ્રવેશવાની મંજૂરી મળી નથી

author img

By

Published : May 19, 2020, 2:55 PM IST

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની સૂચનાના પગલે પરપ્રાંતિય મજૂરોને છોડવા રાજસ્થાનથી બસો મોકલવામાં આવી રહી છે. પરંતુ આજે પણ રાજસ્થાનની બસો ભરતપુર જિલ્લામાં આગ્રા બોર્ડર પર ઉભી રખાય છે. કારણ કે, ઉત્તર પ્રદેશ સરકારે હજુ પણ બસોને પ્રવેશવાની આપી મંજૂરી નથી. રાજસ્થાન દ્વારા પરપ્રાંતિય મજૂરોને છોડવા કરવા માટે 1000 બસો મોકલવામાં આવી રહી છે. એક હજાર બસો જિલ્લાની ત્રણ જુદી જુદી સરહદોથી ઉપડશે પરંતુ હજુ સુધી બસોના પ્રવેશ માટેની મંજૂરી આપવામાં આવી નથી.

રાજસ્થાન
રાજસ્થાન

રાજસ્થાનઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની સૂચનાના પગલે પરપ્રાંતિય મજૂરોને તેમના વતન પહોંચાડવા રાજસ્થાનથી બસો મોકલવામાં આવી રહી છે.ત્યારે રાજસ્થાનની બસો ભરતપુર જિલ્લામાં આગ્રા બોર્ડર પર રોકવામાં આવી હતી. કારણ કે, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા હજુ પણ બસોને પ્રવેશવાની મંજૂરી અપાઈ નથી.

રાજસ્થાન દ્વારા પરપ્રાંતિય મજૂરોને છોડવા માટે 1000 બસો મોકલવામાં આવી રહી છે, જેમાંથી 100 બસ ભરતપુરથી લઈ જવામાં આવી રહી છે. એક હજાર બસો જિલ્લાની ત્રણ જુદી જુદી સરહદોથી ઉપડશે પરંતુ હજુ સુધી બસોના પ્રવેશ માટેની મંજૂરી આપવામાં આવી નથી.

અગાઉ પણ જિલ્લા બહઝ ગામની ઉત્તરપ્રદેશની સરહદથી રાજસ્થાનની બસો મોકલવામાં આવી હતી. પરંતુ પરવાનગી ન મળવાના કારણે બસો પરત ફરી હતી.

સરહદ પર હાજર મેડિકલ રાજ્યપ્રધાન સુભાષ ગર્ગની મંજૂરી ન મેળવવાનું કારણ પૂછ્યું, તો તેમણે કહ્યું કે, તે રાજ્ય સરકાર પર નિર્ભર છે કે તેનો હેતુ શું છે. કોંગ્રેસ પાર્ટીએ સીમા પર ખાનગી બસો મુકી છે. મંજૂરી મળતાં જ બસો રવાના થતી રહેશે. પરંતુ બસોમાં પ્રવેશ માટેની પરવાનગી હજુ સુધી આપવામાં આવી નથી.

ઉત્તર પ્રદેશ સરકારનું કહેવું છે કે, રાજસ્થાનથી આવતી તમામ બસોને લખનઉ મોકલવી જોઈએ. હવે ખાલી બસો 600 કિલોમીટર દૂર મોકલવી જોઈએ અને ત્યાંથી બધી બસોને પોતપોતાના પોઇન્ટ પર મોકલવામાં આવશે. બસની જરૂરિયાત એ છે કે, જ્યાં પરપ્રાંતિય મજૂર ભેગા થાય છે. બસો અહીંથી તે પોઇન્ટ પર રવાના કરવામાં આવશે. પરંતુ યુપી સરકારને હજુ સુધી સ્પષ્ટ જવાબ મળ્યો નથી. હાલમાં પરવાનગીની રાહ જોવાઇ રહી છે, બસની પરવાનગી મળતાં જ બસો રવાના કરવામાં આવશ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.