શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કાશ્મીર ઝોન પોલીસે આ માહિતી આપી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, માર્વેલ વિસ્તારમાં આ એન્કાઉન્ટરની શરૂઆત મંગળવારના રોજ વહેલી સવારે થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સુરક્ષા દળોએ કેટલાક આતંકીઓને ઘેરી લીધા છે. હાલમાં બંને તરફથી ગોળીબાર ચાલુ છે.