જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં એક સર્ચ ઑપરેશન બાદ સેનાએ વિસ્તારને ઘેરી લીધો છે. અહીં 2થી 3 આતંકવાદીઓના છુપાયા હોવાની જાણકારી મળી રહી છે. સુત્રોનું માનીએ તો બંને તરફથી ગાળીબાર ચાલું છે. બીજી તરફ વિસ્તારમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. શરૂઆતના ઇનપુટ્સ મુજબ, ગુરૂવાર સાંજે સોપોરના વારપોરા વિસ્તારમાં અમુક આતંકવાદીઓ છુપાયા હોવાની સૂચના મળી હતી, ત્યાર બાદ અહીં સર્ચ ઑપરેશન ચલાવવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, 14 ફેબ્રુઆરીના રોજ આતંકીઓએ CRPFના કાફલા પર કાયરતાપૂર્ણ આત્મઘાતી હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાના 40 જવાન શહીદ થયા હતાં. આ ઘટના બાદ સેનાની કાર્યવાહી સતત ચાલુ છે અને ખીણમાં આતંકવાદીઓ વિરૂદ્ધ સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.