શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે એક આતંકી મસ્જિદમાં ઘૂસી ગયો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના પુલવામાના પમ્પોરી વિસ્તારમાં મીઝમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
તેમણે કહ્યું કે, આતંકવાદીઓએ જ્યારે સુરક્ષા દળ પર ફાયરિંગ કર્યું તે બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું. સુરક્ષા દળોએ પણ ફાયરિંગનો વળતો જવાબ આપ્યો હતો.અધિકારીએ જણાવ્યું હતું કે આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો અને અન્ય એક સ્થાનિક મસ્જિદમાં આશરો લેવા ઘુસી ગયો હતો. હાલમાં સેના દ્વારા ઓપરેશન ચાલુ છે.
ત્યારે બીજી બાજુ, ભારત અને ચીન વચ્ચે લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ભારતીય સૈનિકો અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ચીની સૈનિકો વતી પૂર્વ આયોજિત હિંસામાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ભારતની એટલી ક્ષમતા છે કે તે દરેક સમસ્યાનો સામનો કરી શકે છે, પરંતુ તે વાતચીતમાં માને છે અને જો અમને ઉશકેરવામાં કરવામાં આવે તો અમે કડક પગલા લેવામાં પાછળ નહીં રહીએ.
આ અગાઉ દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં મંગળવારે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. ઘટના સ્થળેથી એક એક રાઇફલ અને એક ઇન્સાસ રાઇફલ મળી આવી હતી.ોત બીજી તરફ શનિવારે કુલગામ જિલ્લામાં પણ બે આતંકીઓ માર્યા ગયા હતા.