યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ અને નાગાલેન્ડની રાષ્ટ્રીય સમાજવાદી પરિષદે નાગાલેન્ડના સોમ જિલ્લાના શીનાલેશવ ગામમાં રવિવારે વહેલી સવારે આસામ રાઇફલ્સની ટુકડી પર હુમલો કર્યો હતો. ત્યારબાદ બંન્ને વચ્ચે અથડામણ શરૂ થઇ.
50 આતંકવાદીઓએ એક સાથે 40 આસામ રાઇફલ્સ ડી કોયની એક આરઓપી ( ROP ) માં અચાનક આગ લગાવી દીધી.
અલ્ફા (I) કમાન્ડર નયન મેધી અને NSCN (K) ના કમાન્ડર ન્યામલુંગના નેતૃત્વમાં વિદ્રોહીયોંએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
આ ઘટના પછી તરત જ આસામ રાઇફલ્સના જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો અને બળવાખોરોને હાંકી કાઢવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ આસામ રાઇફલ્સએ આખો વિસ્તાર ઘેરી લીધો હતો. તેમજ નોંધપાત્ર પ્રમાણમાં દારૂગોળો પણ મળી આવ્યો હતો.