ન્યૂઝ ડેસ્ક: કૃષિ મજૂરોને તેમનાં માતૃભૂમિનાં ગામોમાં એકસો દિવસ માટે કામ આપીને તેમને આજીવિકા મળી રહે તેવા ઉદ્દેશ્યથી દેશમાં ચૌદ વર્ષ પહેલાં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંયધરી યોજના (નરેગા) ચાલુ કરવામાં આવી હતી.
હવે જે પ્રવાસી શ્રમજીવીઓ કોરોના રોગચાળા ફાટી નીકળ્યા અને તે પછી જે અનુષંગિક ઘર-વાસ લદાયા અને દેશમાં રોજગારીમાં નુકસાન ગયા પછી તેમનાં ગામોમાં પાછા ફર્યા છે તેમના માટે આ યોજના જ એક માત્ર આશા છે. જે દુર્ભાગી શ્રમજીવીઓ તેમના હાથમાં એકસો રૂપિયા પણ ન હોય તેવી સ્થિતિમાં ઘરે પાછા ફર્યા તેમની સંખ્યા કુલ પ્રવાસી શ્રમજીવીઓના 64 ટકા છે. 90 ટકા શ્રમજીવીઓને ઘર-વાસ લદાયા પહેલાં તેમના કામ માટે કોઈ પગાર ચુકવાયો નહોતો અને તેમના જીવનમાં મોટો ફટકો પડ્યો હતો.
આ જ કારણે ઘરે પરત ફર્યા પછી રોજગારી બાંયધરી યોજનાની મદદથી નવી શરૂઆત કરવાનો પ્રયાસ કરી રહેલા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જ્યારે નવ કરોડ શ્રમજીવીઓ આ યોજના દ્વારા કામની આશા રાખીને બેઠા છે ત્યારે બીજા દિવસે કેન્દ્ર સરકારે જાહેરાત કરી કે તે માત્ર 7.5 કરોડ લોકોને જ કામ આપી શકશે...તે પણ વર્ષના સરેરાશ 46 દિવસ જ!
તાજેતરના આંકડાઓ બતાવે છે કે આ મહિને જેમણે રોજગારી માગી હતી તેવા 4.33 કરોડ લોકો પૈકી માત્ર પાંચ ટકાને જ કામ મળી શક્યું છે. રોજગારી બાંયધરી યોજના હેઠળ રોજગારી માગનારાઓની સંખ્યા આવનારા સમયમાં વધવાની જ છે. વર્ષ 2019-20 માટેના પુનર્વિચારિત અંદાજો મુજબ, રોજગારી બાંયધરી યોજના પર ખર્ચ 71 હજાર કરોડ આસપાસ રહેવા અંદાજ છે. તાજેતરની ખાતાવહીમાં, આ ખર્ચને 10 હજાર કરોડ રુપિયા સુધી ઘટાડી નાખનાર કેન્દ્રએ 'આત્મનિર્ભર ભારત અભિયાન' યોજના હેઠળ તે ખર્ચ 40 હજાર કરોડ રુપિયા કરી નાખ્યો છે.
કેન્દ્રએ ગણતરી કરી છે કે તે રોજગારી બાંયધરી માટે ૩૦૦ કરોડ કામકાજી દિવસ માટે રોજગારી સર્જી શકે છે જેનો ખર્ચ એક લાખ કરોડ રૂપિયાથી વધી જાય છે. વધી રહેલી માગને પહોંચી વળવા માટે રોજગારી બાંયધરી યોજનાને વિસ્તારવી જોઈએ. આ અસાધારણ સંજોગોમાં, સરકારે રોજગારી ગુમાવી બેસવાના કારણે અને કોરોનાન લીધે ઘરે પાછા ફરેલા નિઃસહાય પ્રવાસી શ્રમજીવીઓને મદદ કરવા ખાતાવહીની મર્યાદાને બાજુમાં રાખી દેવી જોઈએ.
વિશ્વ બૅન્ક દ્વારા વિશ્વમાં સૌથી જાહેર કાર્ય કાર્યક્રમ તરીકે બિરુદ પામેલી કેન્દ્રીય રોજગારી બાંયધરી યોજનાએ તેના અસરહીન અમલ માટે તીવ્ર ટીકાને આમંત્રણ આપ્યું છે. સંસદીય પ્રવર સમિતિએ ટીકા કરી છે કે યોજનામાં ખોટા હિસાબો, ખોટા બિલો અને ખોટા બૅન્ક ખાતાંઓ મૂકાયાં છે અને તે ઠગો માટે કમાણીનું સારું સાધન બની ગઈ છે. દહાડીની ચુકવણીમાં મહિનાઓ સુધી વિલંબને ટાળવા વિશેષ પગલાંઓ લેવાયાં છે તેની ખાતરી આપવામાં આવી છે પરંતુ હજુ ચડત રકમ 8500 કરોડ રુપિયાની છે.
રોજગારી બાંયધરી યોજના પ્રવાસી શ્રમજીવીઓ માટે સહાય કરનારું પરિબળ બની રહે તેની ખાતરી કરવા, ખાતાંઓ તપાસી અને તેને અંતિમ કરવા તેમજ રોકડ ચુકવણીને પ્રાથમિકતા આપવી અગત્યની છે. અંતિમ તારીખ સુધીમાં ઇ-મસ્ટર સુધીમાં નોંધાયેલા લોકોને સમયસર કામ આપવાની પ્રથા ચાલુ રહી છે પરંતુ જે શ્રમજીવીઓ તેમની જિંદગીને જોખમમાં મૂકીને પોતાની માતૃભૂમિનાં ગામ-શહેર પહોંચવા હજારો કિમીનો પ્રવાસ ખેડ્યો છે તેમને પ્રાથમિકતા આપવી જોઈએ.
સાંજ સુધીમાં જ ચુકવણી મળી જાય તે માટે પ્રક્રિયા સરળ અને કારગત બનાવવી જોઈએ. નાણઆ પ્રધાને જાહેર કર્યું છે કે ચોમાસામાં રોજગારી બાંયધરી યોજના હેઠળ બાગબાગાયત અને છોડ રોપવાનું કામ હાથ ધરાશે. તેલંગણા જેવાં રાજ્યો કહે છે કે તેઓ રોજગારી યોજનાને વનમાં વૃક્ષો ઉગાડવા સાથે જોડવામાં આવશે. રાજ્યો વચ્ચે દહાડીમાં પણ તફાવત છે. બિહાર અને ઝારખંડ 171 રુપિયા ચૂકવે છે જ્યારે પંજાબ અને કર્ણાટક 240 રુપિયા ચૂકવે છે. સરકારોએ દહાડીને તાર્કિક રીતે પુનર્વિચારિત કરીને યોજનાના અમલને ભ્રષ્ટાચાર મુક્ત કરવી જોઈએ અને જ્યાં સુધી પરિસ્થિતિ ન સુધરે ત્યાં સુધી સો દિવસના સમયગાળામાં છૂટ આપવી જોઈએ. રાષ્ટ્રનિર્માણની પ્રવૃત્તિમાં શ્રમજીવીઓની સાર્થક સહભાગિતા થાય તે માટે નિયમો અને નિયમનો પણ મજબૂત કરવા જોઈએ.