નવી દિલ્હીઃ ઉત્તર રેલવેના જીએમ ઓફિસમાં કાર્યરત એક કર્મચારીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મળતી માહિતી મુજબ જે બાદથી બડોદા હાઉસ સ્થિત બિલ્ડિંગના ફર્સ્ટ ફ્લોરને પુરી રીતે બંધ કરવામાં આવી છે. અહીંયા કાર્યરત બધા જ કર્મચારીઓને ઘરે રહીને કામ કરવાની સલાહ આપવામાં આવી છે.
ગત્ત રોજ જનરલ એડમિનિસ્ટ્રેશન બ્રાન્ચના એક કર્મચારી કોવિડ 19 પોઝિટિવ આવ્યો હતો. આ રિપોર્ટ પોઝિટિવ આવતા જ અન્ય કર્મચારી હરકતમાં આવ્યા હતા અને તરત જ આ નિર્ણય લેવામાં આવ્યો કે, ઓફિસને ડીપ સેનિટાઇઝ કરવામાં આવશે.
અત્યારના સમયે ફર્સ્ટ ફ્લોરને 27 અને 28 મે માટે પુરી રીતે બંધ કરવામાં આવ્યો છે. અહીંયા કાર્યરત બધા જ કર્મચારીઓને ઘરે રહીને કામ કરવાની સલાહ આપવામાં આવી છે અને ફોન પર ઉપલબ્ધ રહેવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ કોઇ પણ જરુરી કામ માટે પહેલા વિભાગના અધ્યક્ષની મંજૂરીની સાથે અને સ્પેશિયલ ડિરેક્ટીવનું પાલન કરીને ઓફિસ આવવામાં માટે જણાવવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, GM આજકાલ કાર્યાલય જઇ રહ્યા નથી. મળતી માહિતી મુજબ તે લોકડાઉન બાદથી જ ઇલ્હાબાદમાં છે. ઉક્ત અધિકારીએ GMનો રિપોર્ટ કરવાનો હતો. એવામાં તે પણ વાઇરસની ચપેટમાં આવી શકતા હતા.