આ અઠવાડીયાથી શરૂઆતમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી અને ચીફ જસ્ટિસ રજંન ગોગોઈની અધ્યક્ષતા વાળી પીઠે ચૂંટણી પંચે આ મામલા પર નિર્ણય કરવા માટે કહ્યું હતું.
દેશના ગણા ભાગોમાં ગરમી અને રમઝાનના પવિત્રના મહિનાની શરૂઆતના કારણે વકિલ મોહમ્મદ નિઝામુદ્દીન પાશા અને અસદ હયાદે મતદાનના સમયમાં ફેરફાર કરવાની માગ કરતા અરજી દાખલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, માર્ચના બીજા અઠવાડીયામાં ચૂંટણી પંચે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. જે બાદ લોકસભા ચૂંટણીની સાથે રમઝાન મહિના આવતો હોવાથી મુદ્દે ઉઠયો હતો.
નોંધનીય છે કે, તે સમયે ચૂંટણી પંચે કહ્યું હતું કે, રમઝાનના દરમિયાન ચૂંટણી થશે, કારણ કે, મહિના સુધી ચૂંટણી સ્થગિત કરવી સંભવ નથી. મુખ્ય તહેવારની તિથિ અને શુક્રવારે ચૂંટણીનો દિવસ નથી રાખવામાં આવ્યો.