આ પ્રોજેક્ટ કે જેને પૂર્ણ થવા માટે એક વર્ષની સમયમર્યાદા આપવામાં આવી હતી, પરંતુ તે ફક્ત આઠ મહિનામાં જ પૂર્ણ થયો છે. અલાપ્પુઝાના ભૂતપૂર્વ નાયબ કલેક્ટર V R કૃષ્ણ તેજાએ આ પ્રોજેક્ટનું નેતૃત્વ કર્યું હતું, જે માટે તેમણે જમીનની ઓળખથી લઇને બાંધકામ પૂર્ણ થવા સુધીની તમામ કામગીરીનું સંકલન કર્યું હતું.
આ મકાનોને જમીનથી દોઢ મીટરની ઉંચી સપાટીએ બનાવવામાં આવ્યા છે, જેથી ફરીથી પૂરની સ્થિતિમાં લોકોએ તેમના આવાસ ખાલી કરીને સ્થળાંતર ન કરવું પડે. ગત્ વર્ષે જ્યારે મોટા ભાગના મકાનો આ પૂરમાં તણાયા હતા, ત્યારે આ આવાસો પાણી ભરાયા વિના સલામત હતા. ઘણા બાંધકામ નિષ્ણાંતોએ અલાપ્પુઝામાં ઘરોના નિર્માણ માટે આ પ્રકારના સમાન મોડેલની સૂચના પણ આપી હતી.
કુડુમ્બશ્રીની કન્સ્ટ્રક્શન વિંગની મહિલા સ્વ સહાય જૂથને આ મકાનો બાંધવાની જવાબદારી સોંપવામાં આવી હતી અને તેમાં વપરાયેલી સામગ્રીની ગુણવત્તા પર કોઇ સમાધાન કર્યા વિના ખૂબ જ ઓછા ખર્ચે રેકોર્ડ સમય પર કામ કર્યું હતું. શરૂઆતમાં આ યોજના 116 મકાનો બનાવવાની હતી, પરંતુ કુડુમ્બશ્રી સભ્યો દરેક એકમની કિંમત ઘટાડવામાં સફળ રહ્યા હતા અને આ બજેટમાં વધારાના પાંચ મકાનો બાંધવામાં સફળ થયા છે.
સમગ્ર પ્રોજેક્ટ અંદાજીત રુપિયા 7.77 કરોડમાં પૂર્ણ થયો હતો. કેરળના મુખ્યપ્રધાન પિનરાઇ વિજયનની વિનંતીને આધારે કુડુમ્બશ્રીની કન્સ્ટ્રક્શન વિંગની આ એકમોના બિલ્ડિંગ તરીકે પસંદગી કરવામાં આવી હતી.
ઇનાડુ રામોજી ગ્રુપે વિશ્વભરના તેમના વાચકો પાસેથી ફાળો એકત્રિત કર્યો હતો અને ગ્રુપના કર્મચારીઓએ પણ આ પ્રોજેક્ટ માટે નાણા એકત્ર કરવામાં ઉદારતાથી સહાય કરી હતી.
ભૂતકાળમાં ઇનાડુ રામોજી ગ્રુપ સમાન પરોપકારી પ્રોજેક્ટમાં સામેલ થયા છે. તમિલનાડુમાં જ્યારે ત્સુનામીએ તેના કાંઠાના વિસ્તારો અને આંધ્રમાં હુડ હુડમાં બધું તોડી પાડ્યું હતું અને કૃષ્ણ અને ગોદાવરી નદીઓ રાજ્યમાં જ્યારે છલકાઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઈનાડુ ગ્રુપ કોઈ પણ કુદરતી આપદા સમયે મદદ કરવા હંમેશા તૈયાર હોય છે. કચ્છમાં આવેલા 2001ના ભૂકંપ સમયે ઈનાડુ ગ્રુપ દ્વારા 151 આવાસો અર્પણ કરાયા હતા.
રામોજી ગ્રુપ દ્વારા રાહત પ્રોજેક્ટમાંનો આ 10મો પ્રોજેક્ટ છે, જેમાં તેમણે આગળ આવીને મદદ કરી હતી.
આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન પિનરાઇ વિજયન અલાપ્પુઝાના પથિરાપલ્લી ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં લાભાર્થીઓને મકાનોની ચાવી સોંપી દેવાઈ છે. ઇનાડુના મેનેજિંગ ડિરેક્ટર સી. એચ કિરણ, ચિટ ફંડના મેનેજીંગ ડિરેક્ટર માર્ગદર્શનશી, શૈલજા કિરન, કેરળના નાણાપ્રધાન થોમસ આઇસેક, PWD અને નોંધણી પ્રધાન જી. સુધાકરન, નાગરિક પુરવઠા પ્રધાન પી. થિલોથમન, વિપક્ષ નેતા રમેશ ચેન્નીથલા, સંસદ સભ્યો, ધારાસભ્યો, મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ ભાગ લીધો હતો.