EDએ મની લૉન્ડ્રિંગના આરોપમાં રૉબર્ટ વાડ્રા પર કેસ દાખલ કર્યો છે. વાડ્રા સાથે આર્મ્સ ડીલર સંજય ભંડારીની સાથે કારોબારી સંબંધ અને તેમાંથી મળેલા ફાયદા વિશે પૂછપરછ કરવામાં આવશે. કોર્ટ તરફથી વાડ્રાને 2 માર્ચ સુધી વચગાળાના જામીન મળ્યા છે. રૉબર્ટ વાડ્રા માટે રાહતની વાત છે, કે અત્યારે ED તેની ધરપકડ નહી કરી શકે.
હાલમાં કોર્ટે પણ આદેશ આપ્યો છે કે, જ્યારે ED પૂછપરછ માટે સમન્સ કરશે ત્યારે તેમને ED સમક્ષ હાજર થવું પડશે. રાજસ્થાન હાઈકોર્ટે રૉબર્ટ વાડ્રાની ધરપકડ પર લાગેલી રોક સોમવારે આગળ વધારતા તેની તપાસમાં ED સાથે સહકાર માટે તેમને પૂછ્યું. ED વાડ્રા સાથે જોડાયેલી એક કંપની સામે કથિત મનીલોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે.
જજ પી.એસ.ભાટીએ વાડ્રાના વકીલ તરફથી તપાસમાં સહયોગનું આશ્વાસન મળ્યા બાદ ઘટનાની સુનાવણી માટે 15 માર્ચની તારીખ નક્કી થઈ છે. વાડ્રાના વકીલ કુલદીપ માથુરે કોર્ટને જણાવ્યું, 'કોર્ટના આદેશ અનુસાર વાડ્રા 12 ફેબ્રુઆરીના રોજ ED સમક્ષ હાજર રહ્યા હતા અને તપાસમાં સહયોગ કરી રહ્યા છે.' રૉબર્ટ વાડ્રા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જમાઈ છે. કોર્ટની ઘટનામાં સુનાવણી સ્થગિત કરતા કહ્યું કે, કોર્ટની અનુમતિ વગર વાડ્રાની ધરપકડ પર રોક લાગેલી રહેશે.
દિલ્હીની એક કોર્ટે ED દ્વારા દાખલ કરવામાં આવેલી મની લોન્ડરિંગ કેસમાં રૉબર્ટ વાડ્રાની વચગાળાની જામીનનો સમયગાળો 2 માર્ચ સુધી વધારીને અને નિર્દેશ કર્યો કે જ્યાં પણ તેને કહેવામાં આવે, તે તપાસમાં જોડાશે. એજન્સીએ જાવો કર્યો કે વાડ્રા તપાસમાં સહયોગ નથી આપી રહ્યાં.