એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, યસ બેંકમાંથી લેવામાં આવેલી લોન હવે એનપીએ એટલે કે નોન પર્ફોમિંગ એસેટમાં પલટાઈ ગઈ છે. જેમાં અનિલ અંબાણીની કંપનીઓએ મોટા પ્રમાણમાં લોન લીધી છે. જેથી અનિલ અંબાણીને આજે સોમવારે EDના મુંબઈ ખાતેના કાર્યલયમાં ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.
અધિકારીઓએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, અંગત કારણો સર અનિલ અંબાણીએ હાજર થવા અંગે સમય માંગ્યો છે. જેથી શક્ય છે કે તેમને નવી તારીખ આપવામાં આવે.
અનિલ અંબણી દ્વારા લેવાયેલી લોન પૈકીના 12,800 કરોડ એનપીએ થઈ ગયા છે. જો કે માત્ર અનિલ અંબાણી જ નહીં તમામ મોટી કંપનીઓના માલિકોને બોલાવવામાં આવ્યા છે. જેઓએ યસ બેંકમાંથી મોટી રકમની લોન લીધી છે.