સુનાવણી દરમિયાન વિકાસ પાહવાએ કહ્યું કે, રાતુલ પુરીને ત્યારે જ આરોપી કહી શકાય જ્યારે અગસ્તાના પૈસા તેના ખાતામાં આવ્યા હોય. EDએ રતુલ પુરી સામે માત્ર પોતાની ફરિયાદના પાના નંબર 18 પર આરોપ લગાવ્યો છે. રતુલ પુરી વિરુદ્ધ બે રૂટમાંથી પૈસાઆવવાના કોઈ પુરાવા નથી છે.
માં ને 10 મિનિટ મળવાની અનુમતિ
સુનાવણી દરમિયાન વિકાસ પાહવાએ રાતુલ પુરીને તેના વકીલ અને તેની માતા નીતા પુરીને રાઉઝ એવન્યુ કોર્ટના લોક-અપ રૂમમાં અડધો કલાક મળવાની માગ કરી. જ્યાર બાદ કોર્ટે લોક અપ ઈન્ચાર્જને આદેશ કર્યો કે, તેઓ રતુલ પુરીને તેમના વકિલ પાહવા અને વિજય અગ્રવાલ સાથે 20 મિનિટ અને તેમની માતા નીતુ પુરી સાથે 10 મિનિટ મળવાની અનુમતિ આપે.