મુંબઇઃ ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી કરવાની અનુમતિ આપી છે. ચૂંટણી પંચે કહ્યું કે, કોરોના વાઇરસથી સુરક્ષા માટે ચૂંટણી દરમિયાન જરૂરી દિશા-નિર્દેશોને સુનિશ્ચિત કરવા પડશે. રાજ્યમાં 21 મેના દિવસે મુંબઇમાં મતદાન યોજાશે.
મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી 21 મેના દિવસે આયોજીત થશે.
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે રાજ્યપાલ બી.એસ. કોશ્યારીએ એક પત્ર લખીને ચૂંટણી પંચને મહારાષ્ટ્ર વિધાન પરિષદની નવ ખાલી બેઠકો પર ચૂંટણી યોજવા વિનંતી કરી હતી.
વધુમાં જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં 24 એપ્રિલે નવ વિધાન પરિષદની બેઠકો ખાલી થઈ છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે હાલમાં કોઈ ગૃહના સભ્ય નથી. તેથી, તેમણે મુખ્ય પ્રધાન પદ પર ચાલુ રાખવા માટે 27 મે સુધીમાં ગૃહના સભ્ય બનવાની જરૂર છે.