નવી દિલ્હીઃ અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રમુખ, સ્વામી ચક્રપાણિએ કોરોના વાયરસ ફેલાવવાનું કારણ માંસાહારી ભોજનને ગણાવ્યું છે. સ્વામીએ પશુઓના વધ અને માંસ ખાવાની ટેવોને કોરોના વાયરસના પ્રકોપ માટે જવાબદાર ઠેરવ્યો છે.
કોરોના વાયરસને લીધે વિશ્વમાં હલચલ મચી ગઈ છે. કોરોના વાયરસ ફેલાવવાને કારણે અનેક લોકોના જીવ ગયા છે, ત્યારે અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રમુખ, સ્વામી ચક્રપાણિએ માંસાહારી ભોજનને કોરોના વાયરસનું મૂળ કારણ ગણાવ્યું છે.
તેમણે કહ્યું કે, 'જ્યારે જાનવરોને મારવામાં આવે છે ત્યારે તે ઉર્જા નકારાત્મક કિરણો જન્મ આપે છે. જેનું પરિણામ કોરોના વાયરસ છે. આપણે જાનવરોને મારવાનું અને તેને ખાવાનું બંધ કરી દેવું જોઈએ'.