ન્યૂઝ ડેસ્કઃ કોવિડ-19ના પગલે લેબર લોમાં સરળતા આવી ગયા સપ્તાહે ઘણા રાજ્યોએ કોવિડ-19ની રોગચાળાને કારણે ઉભા થયેલા આર્થિક પ્રભાવમાંથી મુક્ત થવા માટે દેશમાં વિવિધ મજુર કાયદામાં મહત્વના સુધારા કરવા માટે માંગણી કરી હતી. જેમાં મધ્યપ્રદેશે ઉદ્યોગ ધંધાને જીવંત રાખવા માટે લેબર લોમાં થોડી રાહતો જાહેર કરીને દેશમાં આગેવાની લીધી.
ઉત્તરપ્રદેશ, પંજાબ,રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર અને કેરળમાં ઉદ્યોગોને હાલની સ્થિતિમાં ઉભા થતા ઉતાર ચઢાવમાં મદદરૂપ થવા માટેના પગલા ટૂંક સમયમાં ભરવામાં આવશે. તો ઓડ઼િશા , ગોવા અને કર્ણાટકની સરકારો પણ થોડી છુટછાટ અંગે વિચારણા કરી રહી છે. આ પગલાંઓમાં કામના કલાકોમાં વધારો, ઓવરટાઇમ મર્યાદામા વધારો, નિકીક્ષકોની અમલદાર શાહી અને ટ્રેડયુનિયનને ટ્રેડ યુનિયનોને ત્રણ મહિનાથી એક વર્ષ સમયગાળાના બેંન્ચમાર્ક સભ્યપદનો સમાવેશ થાય છે.
જો કે ઉત્તરપ્રદેશ સરાકરે એક હજાર દિવસ સુધી ત્રણ મજૂર કાયદા સિવાય તમામ બાબતોને સ્થગિત કરીને ખુબ જ હિમંતનું પગલુ ભર્યુ છે. સસ્પેશનમાંથી છટકી ગયેલા ત્રણ કાયદા બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન એક્ટ,લોડેડ લેબર એક્ટ અને પીએફ વેતન એક્ટની પાંચ કલમોનો સમાવેશ થાય છે. કેરળે રોકાણકારોને આકર્ષિત કરવા જાહેર કર્યુ છે કે જો કોઇ રોકાણકાર એક વર્ષમાં સામાન્ય પ્રક્રિયાપૂર્ણ કરવા સહમત થાય તો એક જ સપ્તાહમા લાયસન્સ અપાશે. પરંતુ, કોઇ પુછે કે હવે આપણા રાજ્યોમાં આ સુધારા કેમ કરવાની શરુઆત કરી પડી? આ માટે બે કારણો ટાંકી શકાય તેમ છે.
પ્રથમ એ કે મજુરોના મોટા પ્રમાણમાં આંતર રાજ્ય સ્થળાંતરથી મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં ઔધોગિક શૂન્યાવકાશ સર્જાયો છે. .કેન્દ્ર સરકારે નબળી બની ગયેલી ઇન્ડસ્ટ્રીઝને વેગજાહેર કરેલા વિવિધ પેકેજો જાહેર કર્યા તે જો તે તેની કાર્યશક્તિથી શરુ ન થાય તો આ નિર્ણય ખોટો સાબિત થઇ શકે તેમ છે. ખુબ મોટા પ્રમાણમાં શ્રમજીવીઓના હિજરત બાદ તેમની ફેક્ટરીઓ પર પરત આવવાની સંભાવના ખુબ જ ઓછી છે. ત્યારે પુરતા વર્કફોર્સથી ફેક્ટરી થવાની સંભાવના ચિંતાજનક છે. દિવસના વધુ કલાકો સુધી રોજગાર આપવાનો અર્થ નિયમિત ઉત્પાદન સાથે છે. પણ જે ઉદ્યોગો અને અર્થવ્યવસ્થાને ફરીથી જીવંત બનાવવામાં મદદરુપ થશે. તો પોતાના વતનમાં ચાલ્યા ગયેલા શ્રમિકોને પરત લાવવા માટે વિશ્વાસ જગાવશે.
બીજુ હાલ ચીનમાં રહેલી ઘણી કંપનીઓ તેમના એકમનો અન્ય સ્થળે ખસેડવાની યોજના બનાવી રહી છે. ત્યારે આ એકમોને ભારતમાં લાવવા માટે પ્રોત્સાહન આપી શકે તેમ છે. અમેરિકાની દિગ્ગજ કંપની એપલ પહેલાથી જ 25 ટક જેટલી કામગીરી ચીનથી ભારતમાં ખસેડવાની જાહેરાત કરી ચુકી છે.એક રિપોર્ટ મુજબ ચીનમાં રહેલી એક હજાર જેટલી અમેરિકન કંપનીઓ ભારતીય સરકાર સાથે પોતાના વેપારને ભારતમાં ખસેડવા માટે ખુબ ગંભીરતાથી વિચાર કરી રહી છે. ભારત સરકાર પણ માટે કામગીરી કરી રહી છે અને ચીનમાંથી ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રોનીક્સ, હાર્ડવેર, ફાર્માસ્યુટીકલ ઉપરાંત, મેડીકલ ડીવાઇઝ, ચામડાની ચીજવસ્તુઓ , ફુડ પ્રોસેસ અને હેવી એન્જીનીયરીંગ ઇન્ડસ્ટ્રીઝને ભારતમાં લાવવાની યોજના છે.
આ તકને ઝડપી લેવા માટે સરકારે 4,61, 587 હેક્ટર્સ એટલે કે 461 સ્કેવર કીલોમીટર જેટલી જમીન વિદેશી રોકાણકારો માટે અલગથી રાખી છે. જે ગલ્ફથી પરત ફરેલા ભારતીયોને ખુબ જ ઉપયોગી એવો રોજગાર પુરો પાડશે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને કેરળ પહેલાથી જ તકને ધ્યાનમાં રાખી તૈયારી કરી રહ્યાછે. જાપાને પહેલાથી જ ગુજરાતમાં મોટાપાયે રોકાણ કર્યુ છે. તો દક્ષિણ કોરિયા માટે પણ ભારત સૌથી સારો વિકલ્પ બની શકે છે. મજુરએ બંધારણની સહવર્તી સૂચિનો વિષય હોવાથી રાજ્ય સરકાર દ્વારા આ વિષય પર બનાવવામાં આવેલા કાયદાથી કેન્દ્રના કાયદાનું ઉલ્લંધન થાયો તો તે રદબાદલ થઇ શકે છે. એટલા માટે ઘણા રાજ્યોએ વટહુકમો દ્વારા આ સુધારા કર્યા છે. તો ઉત્તરપપ્રદેશના યોગી આદિત્યનાથ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આ બાબતે કેન્દ્ર સાથે કોઇ તકરારા ન થાય તે માટે પહેલાથી વટહુકમ પૂર્વે વડાપ્રધાનને વિશ્વાસમં લઇ ચુક્યા છે.
હાલ સંસદ કે વિધાનસભાના સત્ર ચાલુ નથી તે હકીકત છે તેમ છતાય, સરકારોને કોઇપણ અવરોધ વિના સમયસર લાભ મળી રહે તેવુ આયોજન કરાયુ છે. પરંતુ, અવરોધો હજુ પણ રહેલા છે. નવાઇની વાત છે કે આ પગલાનો વિરોધ કરનાર ભારતીય મજદુર સંઘ જે કે જો ભાજપ સાથે સંકળાયેલુ હતુ. તો કેટલાંક ટ્રેડ યુનિયનોએ પણ આ પગલા સામે વાંધો ઉઠાવ્યો છે. તેઓ પગલાને શ્રમિક વિરોધી અને લોકશાહી વિરુધ્ધની કહે છે. કેટલાંક લોકોએ વિરોધ વ્યક્ત કર્યો છે કે આ નિર્ણયથી શ્રમિકો માટે કામ કરતી સંસ્થાના હિતને નુકશાન થશે. તો ગયા વર્ષે જ સંસદ દ્વારા પસાર કરાયેલા વેતન સંહિતા ભંગ બદલ નવા નિયમોને પણ કોર્ટમાં પડકારવામાં આવી શકે તેમ છે. જો કે વિપક્ષની આગેવાની હેઠળની રાજ્ય સરકારોને પણ મુશ્કેલીઓ છે તો આ પગલાથી તેમને પણ રાહત આપી શકાય તેમ છે. તો એક વાંધો એ પણ આવી શકે તેમ છે કે જે સુધારા થશે તે રાજ્ય પ્રમાણે બદલાતા રહેશે.
હરિયાણાએ શરુઆતના ત્રણ મહિનાની રાહત આપવાનો પ્રસ્તાવ મુક્યો છે તો ઉત્તર પ્રદેશે 1000 દિવસ માટે લેબર લો ફાયદો અપાવ્યો છે. ત્યારે ઇન્ડસ્ટ્રીઝને પુનઃ જીવીત કરવા માટે ત્રણ માસનો સમયે ખુબ ટુંકો પડે અને ત્રણ વર્ષ કે વધારે સમય જોઇએ. આ સમય છે કે સરકારે કામદારો સમક્ષ તેમના ઇરાદા સ્પષ્ટ કરવા જોઈએ અને તેમને ખાતરી આપવી જોઈએ કે નવા પગલાં તેમના હિતો માટે નુકસાનકારક નથી.