મહારાષ્ટ્ર: આજે ફરી પાલઘરમાં ભૂંકપના આંચકા જોવા મળ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂંકપની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી. ભૂંકપનું કેન્દ્રબિંદુ નાસિકની ઉત્તર દિશામાં 93 કિલોમીટ દૂર હતું. ભૂંકપના આંચકા સવારે 4.17 મિનિટ પર અનુભવાયા હતા.
મહારાષ્ટ્રમાં સતત ભૂંકપના આંચકા અનુભવાય છે. આ પહેલાં તા. 8 ના સવારે 9.50 વાગ્યે ભૂંકપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 3.5 માપવામાં આવી હતી.