રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.6 માપવામાં આવી છે. શિમલામાં ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિ.મી.ની ઉંડાઈએ નોંધાયું છે. ભૂકંપને કારણે ખીણમાં કોઈ જાન-માલનું નુકસાન થયું હોવાના સમાચાર નથી, પરંતુ ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ સમય દરમિયાન લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
આ અગાઉ પણ 2 અને 3 જાન્યુઆરીએ લાહૌલ સ્પીતીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર અનુક્રમે 3.4 અને 3.7 મપાઇ હતી.