તિહાડ જેલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પિતા-પુત્રની બેઠક લગભગ અડધો કલાક સુધી ચાલી હતી. જે દરમિયાન બંને વચ્ચેની વાતચીત કદાચ કોઈ ત્રીજા વ્યક્તિએ ન સાંભળી હોય, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, બંને વચ્ચે હરિયાણાના રાજકારણમાં આવેલ આશ્ચર્યજનક ફેરફારોની ચર્ચા જરૂર થઈ હતી. અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, દુષ્યંતે તેના પિતા અજયને એક સારા સમાચાર આપ્યા હશે કે, કેવી રીતે તેમની નવી પાર્ટીએ પ્રથમ વખતમાં જ હરિયાણાના રાજકારણમાં પ્રવેશ કરતાની સાથે જ 10 બેઠકો પોતાના કબજે કરી તમામ દિગ્ગજોને આંચકો આપ્યો છે.
માત્ર 10-11 મહિના પહેલા દુષ્યંતના પિતા ઓમ પ્રકાશ ચૌટાલાની પાર્ટી ઇન્ડિયન નેશનલ લોકદળ (INLD) સાથે નારાજગી બાદ અજય ચૌટાલાએ જનનાયક જનતા પાર્ટી (JJP) ની રચના કરી હતી. ત્યારબાદ JJP ને મજબૂત કરી દુષ્યંત ચૌટાલાએ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને ઉતારી હતી. માનવામાં આવી રહ્યું છે કે, ત્રિશંકુ પર અટકેલી વિધાનસભામાં સત્તાની ચાવી 10 બેઠકો જીતનાર JJP પાર્ટીના હાથમાં છે, જેનું ચૂંટણી પ્રતીક પણ આકસ્મિક રીતે 'ચાવી' જ છે.