દુષ્યંત ચૌટાલાએ ઉમેર્યુ હતું કે, 'હરિયાણાને રાષ્ટ્રવાદ શિખવાડવાની જરુર નથી. દેશના નામ પર શહીદ થવામાં સૌથી વધુ જવાનો હરિયાણાના છે. કદાચ જેટલા જવાનો સરહદ પર બોર્ડરની સુરક્ષામાં હરિયાણાના જવાનો છે, એટલા તો ગુજરાતમાંથી ભરતી પણ થતાં નહીં હોય.
દુષ્યંત ચૌટાલાએ વધુમાં જણાવ્યું હતું કે, હરિયાણામાં એવુ કોઈ ગામ નથી, જ્યાંથી કોઈ શહીદ થયું ન હોય. અમને આ ભૂમિ પર ગર્વ છે. જેણે અમને મજબૂત બનાવ્યાં. સરહદમાં દરેક 10મો જવાન હરિયાણાનો છે. પછી તે ચીનની સરહદ પર હોય કે, પાકિસ્તાનની સરહદ પર. રાષ્ટ્રવાદથી પણ મોટો મુદ્દો છે બેરોજગાર, મહિલા સુરક્ષા તેની વાત કરવી જોઈએ.
આપને જણાવી દઈએ કે, હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે 21 ઓક્ટોબરના રોજ મતદાન થવાનું છે. જેનું 24 ઓક્ટોબરે પરિણામ આવશે.