નવી દિલ્હી: કોવિડ-19 રોગચાળાને રોકવાના પગલે મેટ્રો સેવાઓ બંધ થવાથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલી દિલ્હી મેટ્રો વહીવટી તંત્રએ કર્મચારીઓના ભથ્થાં અને લાભોને 50 ટકા સુધી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. આ માહિતી મંગળવારે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી) દ્વારા જાહેર કરવામાં આવેલા આંતરિક આદેશથી મળી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, કોવિડ-19ને કારણે 22 માર્ચે સર્વિસ બંધ થયા બાદ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનને આશરે 1,300 કરોડનું નુકસાન થયું છે. ડીએમઆરસી દ્વારા કર્મચારીઓને અપાયેલા આંતરિક હુકમ મુજબ, "મેટ્રો સેવા બંધ થવાનેે કારણે ઉભી થયેલી ગંભીર આર્થિક સ્થિતિ"ને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, લાભો અને ભથ્થાઓને ઓગસ્ટ 2020થી 50 ટકા સુધીનો ઘટાડો આગળના હુકમ સુધી કરવામાં આવ્યો છે. ડીએમઆરસીમાં અંદાજે 14,500 કર્મચારીઓ છે.