આધુનિક યુધ્ધની વાત કરવામાં આવે ત્યારે હવાઈ સાધનોની શ્રેષ્ઠતા એ પ્રાથમીક ઉદ્દેશોમાં એક ગણવામાં આવે છે. બ્રીટનની વાયુસેનાએ ‘બ્રીટનના યુદ્ધ’ દરમીયાન માત્ર મહાસત્તાના ક્ષેત્રનો બચાવ કર્યો એટલુ જ નહી પરંતુ યુનાઇટેડ સૈન્ય દ્વારા યુરોપના આક્રમણમાં તેમની વાયુસેનાએ યુરોપ ઉપરના આકાશ પર પ્રભુત્વ મેળવ્યુ અને તેની ખાતરી પણ કરી.
હવે અમેરીકન ફીફ્થ જનરેશન એફ 22, એફ 35 અને રશીયન સુખોઈ 57 જેવા યુદ્ધ વિમાનોને આકાશમાં ઉતારવા અને નવી ટેક્નોલોજીના મશીન તૈયાર કરવા અને ફાઇટર પ્લેનની ટેક્નોલોજીને સારી અને ઝડપી બનાવવી એ ટેક્નોલોજીના ડેવલોપર માટે એક હરીફાઈ બની ચુકી છે તેમજ આધુનિક યુધ્ધની સ્થીતિમાં તે એક જરૂરીયાત બની ચુકી છે. હવે આ તમામ દેશો જેના નમુનાઓ હાલ વિકસાવવામાં આવી રહ્યા છે તેવા છઠ્ઠી જનરેશનના વિમાન લેવાની તૈયારીમાં છે.
જો કે યુધ્ધના મેદાનમાં જ્યારે હવાઈ શક્તિનો ઉપયોગ કરવાની વાત આવે ત્યારે વિશ્વ તારેતરમાં જ એક મોટા બદલાવનું સાક્ષી બન્યુ છે. નાર્ગોનો કારાબાખ ક્ષેત્રને લઈને અર્મેનીયા અને અઝરબૈજાન વચ્ચેની લડાઈમાં અર્મેનીયાના મોટાભાગના યુધ્ધના સાધનોને ડ્રોન સ્ટ્રાઇક વડે રદ્દ કરવામાં આવ્યા હતા અને રશીયાને તેના વતી શાંતિ માટે મધ્યસ્થી કરવી પડી હતી.
ઇઝરાયલ અને તુર્કીએ અર્મોનીયાના ઓફેન્સીવ ડ્રોનને રદ્દ કરવાની યુક્તિ કરી હતી. યુધ્ધ ક્ષેત્રે તેણે લક્ષ્ય સીદ્ધ કરવા માટે માનવ વિમાનોને ઘણી રીતે નકાર્યા હોવાથી ડ્રોન આકાશમાં શક્તિનું સંતુલન ઝુકવતુ હોય તેવું લાગી રહ્યુ છે. જે દેશ પાસે ઓછુ સૈન્ય છે તે દેશો ચીપથી સજ્જ ડ્રોનના સહારે દુશ્મનો સામેના યુધ્ધમાં આકાશમાંથી પ્રહાર કરવાનો લાભ લઈ શકે છે. તેને અપ્રમાણસરતાના પાઠમાં મુકવાની બીજી યુક્તિ પણ હોઈ શકે છે.
ભારતે તાજેતરમાં જ પોતાની એરફોર્સ માટે 83 એલસીએ તેજસ એરક્રાફ્ટની ખરીદી કરી છે અને તેમાં સ્ક્વાડ્રોનની તાકતો જોવાઈ રહી છે. એલઓસી અને એલએસી પર તેના દુશ્મનો બેઠેલા હોવાથી ભારતે તેના હવાઈ દળમાં માત્ર વિદેશી અને દેશી વિમાન માટે જ રોકાણ કરવાની જરૂર નથી પરંતુ સશસ્ત્ર ડ્રોનનો કાફલો રાખવાની પણ જરૂર છે.
માનવ રહિત વાહન (યુએવી) એ દેશને બીજા સશસ્ત્ર વાયુ ઘટકોનો વિકલ્પ આપતો હોવાથી સંરક્ષણ સ્થાપના માટે યુએવીની તકનીક વિકસીત કરવી એ દેશની ટોચની અગ્રતા હોવી જોઈએ. ચીન પાસે એક સારી રીતે વિકસીત અને આધુનિક ડ્રોન વિમાનો છે અને પાકિસ્તાન પણ ડ્રોન ટેક્નોલોજી માટે તુર્કી સાથે જોડાયેલ છે. ભારતના ડીઆરડીઓ અંતર્ગત આવતા રૂસ્તમ 1 અને 2 તેમજ ઘટકનો યુધ્ધ મેદાનમાં પ્રયોગ થઈ શકે તે કક્ષાએ તે પહોંચી શક્યા નથી.
જો કે ભારતની આર્મીની તાજેતરની સ્વાર્મ ડ્રોન શક્તિનું પરીક્ષણ સુચવે છે કે થોડુ મોડુ હોવા છતા પણ જ્યારે યુધ્ધના આધુનિક સાધનોની વાત આવે ત્યારે ભારતે આધુનિક સાધનો વિકસાવવાની વાત પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.
જો ડ્રોન એક તલવાર હોય તો તેના પછીનો બીજો એક મોટો ધ્યેય આ ડ્રોન સામે ડીફેન્સના શીલ્ડ પણ તૈયાર કરવાનો રહેશે. સશસ્ત્ર ડ્રોન સામે આજે પણ પરંપરાગત રીતે રક્ષણ થઈ રહ્યુ છે. આજે પણ તેની સામે બચાવ માટે એરક્રાફ્ટ સામે વપરાતા સાધનોનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ પરીસ્થીતિમાં આ વિમાનોનો ઉપયોગ કરવો એ યોગ્ય વિકલ્પ હોઈ શકે નહી. ભારતે આ વિકલ્પનો ઉપયોગ કરવો જોઈએ નહી. જો કોઈ કટોકટીની પરીસ્થીતિ ઉભી થાય તો ડ્રોન સામે એન્ટી-એરક્રાફ્ટનો ઉપયોગ એ માત્ર એક એડ-હોક પગલુ હોઈ શકે છે. પોતાની માનવ રહિત એરક્રાફ્ટ ટેક્નોલોજી સાથે સાથે ભારતે પોતાની ડીફેન્સ ટેક્નોલોજીને પણ તૈયાર કરવી જોઈએ. ડ્રોનને નિયંત્રીત કરવા માટે અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક સરકીટની જરૂર પડે છે અને તેમાં ફાયર પણ થઈ શકે છે. ઘણા દેશો પાસે આવી તક્નીકો છે જેને બેલિસ્ટિક મીસાઇલ સાથે સંરક્ષણ તરીકે દર્શાવવામાં આવી છે.
ભારતના સંરક્ષણ પડકારો વિશાળ છે અને તેમને પહોંચી વળવાનો એક માત્ર રસ્તો એ સુનિશ્ચીત કરવાનો છે કે દેશના સૈન્ય-ઔદ્યોગિક સંકુલ જુના શસ્ત્રો પર નિપુણતા મેળવવાને બદલે નવા સાધનો વિકસીત કરે.
વર્ગીસ પી. અબ્રાહમ