છેલ્લે વર્ષ 2016થી NRDWP માટે ફાળવણી ઓછી થઇ ગઇ છે. કારણ કે સરકારનું ધ્યાન સ્વચ્છતાનું વિસ્તરણ વધારવા માટે છે. તેના પરિણામ સ્વરૂપે અધુરા છોડેલા કામોનું ઉદાહરણ છે. જે એમ ફાઇનેંશિયલ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, " ઓપરેશન અને મેનેજમેન્ટ પ્લાનની કમીના કારણે કેટલાક રાજ્યોના ગામમાં પેયજલ યોજના નકામી બની છે."
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કાર્યક્રમ હેઠળ 2017 સુધી ગામોના 50 % ઘરોમાં પીવાનું પાણી પુરું પાડવાનું હતું. જેમાં 35 % ઘરોમાં કનેક્શન દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હતું. પણ 2017 સુધી માત્ર 17 % ગ્રામીણ પરિવારોને જ પીવાનું પાણી યોગ્ય પાઇપલાઇનથી કનેક્શન મળી શક્યું છે.
જેએમ ફાઇનેંશિયલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે CAGની 2012-17ની રિપોર્ટમાં કેટલાક પડકારોને પ્રદર્શીત કર્યા છે. રિપોર્ટમાં બિનઅસરકારક દેખરેખ, પાણીના સ્રોતના નિયોજનની કમી અને સામુદાયિક ભાગીદારીની કમી સહિતના કાર્યક્રમના અમલના કેટલાક પડકારો પર નજર રાખી છે.
નીતિ આયોગના એક રિપોર્ટે પહેલેથી જ આ સંકટને બહાર પાડ્યું હતું, જેમાં 2030 સુધી દેશમાં પાણીની માગ ડબલ થશે તેવુ અનુમાન છે.