નવી દિલ્હીઃ દિલ્હીના બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલમાં રેસિડેન્ટ તરીકે તૈનાત ડૉક્ટર જોગિંદર ચૌધરીએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. જેથી દિલ્હી સરકારે પીડિત પરિવારને પ્રોટોકોલ મુજબ 1 કરોડ રૂપિયાની સહાય આપી છે. આ સાથે દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે ડૉક્ટરના પિતાને સાંત્વના આપી છે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/dl-sd-01-coronashaheeddrjoginderchoudhryfatherreceivedachequeofonecrorerupeesfromdelhigovernmentasacoronacompensation-vis-dlc10030_03082020190004_0308f_1596461404_691.png)
દિલ્હી સરકારની આ તાત્કાલિક મદદના કારણે રાજેંદર ચૌધરીએ સંતોષ વ્યક્ત કર્યો છે. આ સાથે જ તેમણે ડૉ.જોગિંદરની કમી દૂર કરવા પોતાના એક પુત્રને સરકારી નોકરી આપવા દિલ્હી સરકાર પાસે માગ કરી છે.
એઈમ્સના ડૉક્ટરે મુખ્યપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો
આ દરમિયાન એઈમ્સના કાર્ડિયો ડિપાર્ટમેન્ટના આસિસ્ટેન્ટ પ્રોફેસર ડૉક્ટર અમરિંદર સિંહે ટ્વીટ કરી મુખ્યપ્રધાન કેજરીવાલ અને આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનનો આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે જ તેમણે પીડિત પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની માગ કરી છે.