નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઇને કેન્દ્રીય પ્રધાન ડૉ. હર્ષવર્ધને બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, ભારત આવનાર બધા વિદેશી નાગરિકોની તપાસ કરવામાં આવી છે. પહેલા ફક્ત 12 લોકોની તપાસ કરવામાં આવી હતી. દિલ્હી સરકાર સાથે મળીને બધી હોસ્પિટલમાં આઈસોલેશનની સુવિધા આપવાનો આદેશ આપ્યો છે. સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, મંગળવારે દિલ્હીમાં એક કેસ સામે આવ્યો હતો. દિલ્હીમાં કુલ 66 લોકો કોરોનાના સંપર્કમાં છે. જેમની તપાસ થઇ રહી છે.
સ્વાસ્થય પ્રધાનના પ્રમાણે અત્યાર સુધી 28 કેસ સામે આવ્યાં છે.
- કેરળમાં કોરોના વાયરસના 3 કેસ, બધા સારા થઇ ગયાં છે.
- તેલંગણામાં પણ 1 કેસ
- ઈટલીમાં આવેલા કુલ 17 લોકો પર કોરોનાની અસર (16 ઈટલિયન, 1 ભારતીય)
- ભારતમાં અત્યાર સુધીમાં 28 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે.
બુધવારે ડૉ. હર્ષવર્ધનની આગેવાની વાળી આ બેઠકમાં ઘણા અધિકારીઓ પણ સામેલ થયા છે. દિલ્હી સરકારમાં પ્રધાન સત્યેન્દ્ર જૈને પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં કોરોના સામેની તૈયારી, હોસ્પિટલમાં સુવિધાઓ સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વારયસના 18 કેસ સામે આવ્યાં છે. ઈટલીથી ભારત આવેલા 15 લોકો કોરોના વાયરસની ઝપેટમાં છે.