નવી દિલ્હીઃ રાજ્યસભાના ડેપ્યુટી સ્પીકર હરીવંશે તેમનું વલણ પુનરાવર્તિત કર્યું કે 20 સપ્ટેમ્બરના રોજ પ્રક્રિયા મુજબ કૃષિ બિલ પસાર કરવામાં આવ્યા હતા અને હંગામાના કારણે ગૃહમાં કોઈ વ્યવસ્થા ન હોવાથી વિપક્ષ દ્વારા મતોના વિભાજનની માંગ સ્વીકારવામાં આવી નહોતી.
આ અંગેના એક મીડિયા રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતા હરિવંશે જણાવ્યું કે ' નીતિ અને નિયમોઅનુસાર, મત વિભાજન માટે બે વસ્તુઓ આવશ્યક છે. પહેલી, મત વિભાજનની માંગ કરવી જોઈએ અને સામે એટલું જ મહત્વનું છે કે સંસદ ભવન વ્યવસ્થિત રીતે ચાલતું હોવું જોઈએ.'
રાજ્યસભામાં 20 સપ્ટેમ્બરે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે કૃષિ બિલોને પસાર કરવામાં આવ્યાં હતાં. હવે આ બિલ પર રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર પણ કરી દીધા છે.