ETV Bharat / bharat

ઘરેલુ ફ્લાઇટના ભાડાની સીમા મર્યાદા 24 નવેમ્બર સુધી લંબાવાય: ઉડ્ડયન મંત્રાલય

COVID-19 ની વર્તમાન પરિસ્થિતિ મુજબ ઉડ્ડયન મંત્રાલયે સ્થાનિક ફલાઇટોની ભાડા પરની સીમામર્યાદાના સમયગાળાને 24 નવેમ્બર સુધી વધારવાનો નિર્ણય કર્યો હતો. આ અગાઉ 24 ઓગસ્ટ સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Aviation Ministry
ઉડ્ડયન મંત્રાલયે સ્થાનિક ફલાઇટોની ભાડા પરની સીમામર્યાદાના સમયગાળાને 24 નવેમ્બર સુધી વધારવાનો નિર્ણય કર્યો
author img

By

Published : Jul 25, 2020, 8:48 AM IST

નવી દિલ્હી: ઘરેલુ ફ્લાઇટના ભાડા પર લગાવવામાં આવેલી સીમા મર્યાદા હવે 24 નવેમ્બર સુધી લાગુ રહેશે. આ અંગે ડીજીસીએએ ​​સૂચના જારી કરી હતી. તાજેતરમાં ઉડ્ડયન પ્રધાને સંકેત આપ્યો હતો કે, ભાડા પરની મર્યાદા 24 ઓગસ્ટ પછી પણ ચાલુ થઈ શકે છે. કોરોના સંકટને ધ્યાનમાં રાખીને, ઉડ્ડયન કંપનીઓ ભાડામાં મનમાની કરી શકી નહીં તે માટે 21 મેના રોજ સરકારે ફ્લાઇટના સમય અનુસાર ઘરેલું ફ્લાઇટમાં ભાડા નક્કી કર્યા હતા.

21 મે ના ડીજીસીએએ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ભાડા પર સીમા મર્યાદા જાહેર કરી હતી. નિયમો મુજબ ઘરેલું એરલાઇન્સને પોતાનું ભાડું આ સીમામર્યાદાની અંદર જ રાખવાનું હતું. તેમજ ટિકિટો મહત્તમ અને ન્યૂનતમ ભાડાની નીચે અમુક હદ સુધી રાખવાની હતી. નિયમો અનુસાર 40 મિનિટથી ઓછી ઉડાનનું લઘુતમ ભાડું 2000 રૂપિયા અને મહત્તમ ભાડું 6000 રૂપિયાની સીમા મર્યાદામાં નક્કી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 40 મિનિટથી 60 મિનિટની ફ્લાઇટ માટે ઓછામાં ઓછું ભાડું 2500 રૂપિયા અને મહત્તમ ભાડું 7500 રૂપિયા રાખવામાં આવ્યું હતું.

આ ઉપરાંત 60 થી 90 મિનિટ સુધીની ફ્લાઇટનું લઘુતમ ભાડું 3000 રૂપિયા અને મહત્તમ ભાડું 9000 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું. 90 થી 120 મિનિટની ફ્લાઇટ માટે લઘુતમ ભાડું 3500 રૂપિયા અને મહત્તમ ભાડું 10 હજાર રૂપિયા રાખવામાં આવ્યું હતું. 120- 150 મિનિટની ફ્લાઇટ માટે ભાડું 4500 થી 13000 રૂપિયા તેમજ 150-180 મિનિટની ફ્લાઇટમાં ભાડું 5500 રૂપિયાથી 15700 રૂપિયા અને 40 મિનિટથી 60 મિનિટની ફલાઇટ માટે ઓછામાં ઓછું ભાડું 2500 રૂપિયા અને મહત્તમ ભાડું 7500 રૂપિયા કરવામાં આવ્યું હતું.

આ સાથે ડીજીસીએએ ઘરેલુ ઉડાનોને લઇને બાકીના પ્રતિબંધ પણ 24 નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.