ETV Bharat / bharat

શું તાપમાનની કૉવિડ-19 પર અસર પડે છે? - ઉષ્ણકટિબંધના દેશો

કૉવિડ-૧૯ એ સંપૂર્ણ રીતે અલગ મહામારી છે જેનું કોઈ ચોક્કસ પ્રમાણ નથી. ગરમ વાતાવરણમાં વાઇરસનો ફેલાવો ધીમો પડશે તેવી આશાઓ જ એક માત્ર બાબત છે જે અનેક લોકોને અત્યારે લોકોને આશાવાન રાખે છે. આને સાબિત કરવા કોઈ પૂરતા વૈજ્ઞાનિક પુરાવા નથી પરંતુ ઉષ્ણકટિબંધના દેશોમાં નોંધાયેલા કેસો અને મૃત્યુની સંખ્યા પશ્ચિમી દેશો કરતાં ઓછી છે જે રાહત આપે તેવી વાત છે.

શું તાપમાનની કૉવિડ-19 પર અસર પડે છે?
શું તાપમાનની કૉવિડ-19 પર અસર પડે છે?
author img

By

Published : Apr 7, 2020, 8:39 PM IST

ન્યૂઝડેસ્ક : વિશ્વભરના વૈજ્ઞાનિકો અને સંશોધકો નવા વાઇરસ પર પ્રયોગો કરી રહ્યા છે. તેમાંના કેટલાકનો મત છે કે હવામાનની વાઇરસના ફેલાવા પર અસર હોઈ શકે છે. કેટલાકે આ મતનો વિરોધ કર્યો છે. પરંતુ તમામ વૈજ્ઞાનિકોએ એક બાબતે સંમતિ દાખવી છે. તે એ કે એનકૉવ (નવો કોરોના વાઇરસ) પ્રમાણમાં નવો વાઇરસ છે અને આપણે તેની ઢબ વિશે આગાહી કરી શકીએ તેમ નથી. આથી તેમણે લોકોને જરૂરી સાવધાની રાખવા અનુરોધ કર્યો છે કારણકે વાઇરસ ઊંચા તાપમાનમાં નબળા પડે છે તે સાબિત કરવા પૂરતા આંકડાકીય પુરાવાઓ નથી. વિશ્વમાં ઉષ્ણ કટિબંધના ૧૦૦ પ્રદેશો છે જેમાં ભારતનાં અમુક રાજ્યોનો પણ સમાવેશ થાય છે. અન્ય રાષ્ટ્રોની સરખામીએ આ પ્રદેશોમાં ચેપ ચાર ટકા ઓછો છે. અહીં એમ કહેવાનો હેતુ નથી કે ઉષ્ણ કટિબંધ પ્રદેશોમાં વાઇરસ પ્રવર્તમાન નથી પરંતુ ગરમ હવામાનનની ફેલાવા પર અસર હોઈ શકે છે.

સામાન્ય રીતે વાઇરસ અલ૯-અલગ દેશોમાં અલગ-અલગ રીતે રૂપ બદલે છે. કૉવિડ-૧૯ના બનાવ પહેલાં પણ કેટલાક કોરોના વાઇરસ પ્રકાશમાં આવી ચૂક્યા છે. ૨૦૦૩નો સાર્સ વાઇરસ નવા કોરોના વાઇરસ સાથએ ગાઢ સામ્યતા ધરાવે છે. કેટલાક વૈજ્ઞાનિકોએ આગાહી કરી છે કે આ નવો કોરોના વાઇરસ તેના સમકક્ષ સાર્સની જેમ ગરમ તાપવમાનમાં પ્રવર્તમાન ન પણ હોઈ શકે. એ તો પહેલાં સાબિત થઈ ચૂક્યું છે કે ઇન્ફ્લ્યુએન્ઝા ગરમ અને ભેજવાળા હવામાનમાં ઓછો પ્રવર્તમાન હોય છે. કૉવિડ-૧૯નો કેસ હજુ સાબહિત થયો નથી પરંતુ કેટલાક માને છે કે ઉત્તરીય ગોળાર્ધમાં અનેક દેશોમાં મધ્યમ ચેપ જોવા મળશે. એમઆઈટીના સંશોધકોનો અભ્યાસ કરે છે કે કૉવિડ-૧૯નો ફેલાવો ભેજવાળા પ્રદેશોમાં ઘણો ઓછો છે. હાર્વર્ડના સેન્ટર ફૉર કમ્યૂનિકેબલ ડિસીઝ ડાયનેમિક્સના નિર્દેશક માર્ક લિપશિત્ચે પણ આવો જ અભિપ્રાય આપ્યો છે.

મેલબૉર્ન યુનિવર્સિટીના મોનાશ યુનિવર્સિટી ખાતે રેસ્પિરેટરી મેડિસિનના પ્રાધ્યાપક ટોમ કૉટ્સિમ્બોસે કહ્યું કે વિવિધ કારણો વાઇરસના ફેલાવા પર અસર કરી શકે છે. તેમણએ કહ્યું કે આપણે નવા કોરોના વાઇરસ વિશે ઘણું ઓછું જાણીએ છીએ, તેથી તેના પથની આગાહી કરવી વધુ પડતી વહેલી છે. ઑસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી ખાતે નેશનલ સેન્ટર ફૉર એડિડેમિયૉલૉજી એન્ડ પબ્લિક હૅલ્થના ડૉ. મેરુ શીલે કહ્યું કે તાપમાન કોરોના વાઇરસના ફેલાવા પર અસર કરે છે તેના કોઈ સ્પષ્ટ પુરાવા નથી. ઇન્ફ્લુએન્ઝા પ્રશાંત ટાપુઓના ઉષ્ણકટિબંધના કેટલાક પ્રદેશોમાં ઋતુગત ફેલાય છે. સ્પેનના નેશનલ મ્યુઝિયિમ ઑફ નેચરલ સાયન્સીસે જણાવ્યું કે વાઇરસ માનવ શરીરની બહાર કેટલા લાંબા સમય સુધી ટકે છે તેમાં હવામાન મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મેરિલેન્ડ યુનિવર્સિટી દ્વારા એક અભ્યાસમાં જણાયું કે વાઇરસનો પ્રકોપ જ્યાં પાંચ ડિગ્રીથી ૧૧ ડિગ્રી સે. સુધીનું તાપમાન હતું તેવાં શહેરોમાં વધુ પ્રવર્તમાન હતો. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ કહે છે કે એશિયામાં કૉવિડ-૧૯ના ફેલાવામાં હવામાને મહત્ત્વની ભૂમિકા ભજવી નથી.

ચીન, જે નવા કોરોના વાઇરસનું મુખ્ય કેન્દ્ર છે, તેનાં ૧૦૦ શહેરોને ધ્યાનમાં લઈને એક અભ્યાસમાં જણાયું છે કે ઊંચા તાપમાન અને ભેજવાળા વિસ્તારોમાં વાઇરસનો ફેલાવો ધીમો પડ્યો હતો. ચીની સંશોધકોએ એક રસપ્રદ બિન્દુ શોધ્યું છે. વુહાનમાં લગભગ ૨,૩૦૦ લોકો મૃત્યુ પામ્યા છે. પ્રકોપ દરમિયાન આ શહેરમાં પ્રમાણમાં નીચું તાપમાન અને ભેજ હતાં. તાપમાન અ–ે ભેજમાં વધારો થયા પછી મૃત્યુની સંખ્યા ઘટી છે. ઇન્ફ્લુએન્ઝા અને સામાન્ય શરદી કરતા વાઇરસ શિયાળાના મહિનાઓમાં પ્રવર્તમાન હોય છે. કૉવિડ-૧૯ પણ શિયાળા દરમિયાન ખૂબ જ પ્રવર્તમાન હતો. યુરોપાનો મોટો ભાગ અને અમેરિકા જ્યાં વાઇરસ ફેલાયો છે તે વધુ ઠંડા છે. ઉષ્ણ કટિબંધ પૃથ્વીનો એવો પ્રદેશ છે જે વિષુવવૃત્તની આસપાસ છે. ઉષ્ણ કટિબંધ પ્રદેશોમાં દેશોની એક સરખી લોક આરોગ્ય નીતિઓ છે. અનેક નિષ્ણાતો એવા મતના છે કે ખરી સંખ્યા કરતાં નિદાનના કેસોની સંખ્યા ઘણી ઓછી છે.

તાપમાન વાઇરસ પર બહુ મોટા પ્રમાણમાં અસર કરે છે. જોકે કેટલાક વાઇરસ અત્યંત ગરમીમાં પણ ટકી જાય છે પરંતુ તેનું પ્રસારણ કેપસિડ (વાઇરસનું પ્રૉટીન આવરણ) પર નિર્ભર કરે છે. આ જ કારણથી આરોગ્ય નિષ્ણાતો લોકોને તેમના હાથ સાબુ વડે ધોવાનું જણાવી રહ્યા છે. સાબુ સાથે વારંવાર હાથ ધોવાથી વાઇરસનું પ્રૉટીન આવરણ દૂર થાય છે જેના કારણે વાઇરસ મૃત્યુ પામે છે. જ્યારે તાપમાનમાં ઘટાડો થાય છે ત્યારે લોકોની દિનચર્યા બદલાઈ જાય છે. લોકો પોતાના ઘરની અંદર લાંબો સમય રહે છે. સૂર્યપ્રકાશનો અભાવ ઓછો હોય ત્યારે તેમને વિટામીન ડીની ઉણપથી પીડાય છે. આ તમામ પરિબળો શિયાળા દરમિયાન વાઇરસના ફેલાવામાં મદદ કરે છે. કેટલાક વાઇરસ ઠંડા મહિનાઓમાં સરળતાથી ફેલાય છે તેથી લોકોની રોગપ્રતિકારક શક્તિને પણ અસર પડે છે. કોરોનાવાઇરસ આવરણવાળા વાઇરસની શ્રેણીમાં આવે છે. અર્થાત્, તેમની આસપાસ કેપસિડ પ્રૉટિનનું આવરણ હોય તે રીતે તે બનેલા છે. અન્ય આવા આવરણવાળા વારઇસના કેપસિડ ઠંડી સાથે સખ્ત બને છે અને ગરમીમાં ઓગળી જાય છે. વધુમાં, તેમાંના બધા ઋતુગત વાઇરસ છે. જોકે નવા કોરોના વાઇરસ પર સંશોધન હજુ ચાલી રહ્યું છે, પરંતુ સાર્સ વાઇરસ સાથે તેની સામ્યતાને જોતાં, એવી આશા છે કે તે ગરમ વાતાવરણમાં નબળો પડી જશે. સાર્સ વાઇરસ ચાર ડિગ્રી સે. તાપમાને ૨૮ દિવસ સુધી જીવિત રહે છે. ૨૨-૫૦ ડિગ્રી સે. એ તે પાંચથી આઠ દિવસ રહી શકે છે. જેમ તાપમાન અને ભેજ વધે તેમ વાઇરસનો ફેલાવો ઘટે છે.

જે કંઈ સંજોગો હોય, પરંતુ લોકો અને સરકારો માટે કૉવિડ-૧૯ની મહામારીને નિયંત્રિત કરવા કડક સાવધાની રાખવી જ રહી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.