નવી દિલ્હી: આરોગ્ય સચિવ પદમિની સિંગલાએ આદેશ જાહેર કરતા કહ્યું કે, જાણકારી મળી હતી કે, કોરોનાના લક્ષણ ન હોવા છતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.પરંતુ, ભારત સરકાર તેમજ દિલ્હી સરકારએ સ્પષ્ટ ગાઈડલાઈન બહાર પાડી છે કે,કોરોનાના સામાન્ય લક્ષણવાળા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં નહીં આવે.

આદેશ પ્રમાણે ,જો કોઈ વ્યક્તિને કોરોના થવાની સંભાવના છે પરંતુ પુષ્ટિ નથી થઈ, ત્યારે આ પ્રકારના દર્દીને અન્ય વોર્ડમાં રાખવો જોઈએ. તેને કોરોનાના વોર્ડમાં દાખલ ન કરવો જોઈએ.
ઉપરાંત, ઈન્ટિગ્રેટેડ સર્વેલન્સ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવ્યો છે. જેને હોસ્પિટલના નોડલ અધિકારીઓને મોકલવામાં આવ્યો છે. હોસ્પિટલની તમામ વહીવટ, નવા દર્દીઓ, દાખલ થયેેલા દર્દીઓને રજા આપી દેવા, અને દરરોજ આપવામાં આવતી હોવાની વિગતોની ઉપલબ્ધ માહિતી શેર કરશે. બધી હોસ્પિટલો દર્દીઓના નમૂના અને પરિણામો વિશેની માહિતી શેર કરશે. આ ડેટા શેર કરવામાં આવશે.
હેલ્થ સેક્રેટરીએ આદેશમાં આપ્યો છે કે, દિલ્હી સરકારને દરરોજ કોરોના વિશેની માહિતીની જરૂર હોય છે, તેથી કોરોના વિશેની સંપૂર્ણ માહિતી કાળજીપૂર્વક તૈયાર કરવી પડશે. જેથી લોકોને દિલ્હી સરકારના હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટેની સુવિધાથી સંબંધિત માહિતી મળી શકે.
દિલ્હીની હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટે કેટલા બેડ ખાલી છે, હોસ્પિટલોમાં શું પરિસ્થિતિ છે? મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આ માહિતી લોકો સુધી પહોંચાડવા માટે મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી. પરંતુ આ એપ્લિકેશન અત્યારે યોગ્ય રીતે કાર્ય કરી રહી નથી. એટલા માટે હવેથી હોસ્પિટલે દરરોજ ખાલી પડેલા બેડની વિગતો આપવી પડશે, કેટલા દર્દીઓ દાખલ થયા છે અને કેટલા સ્વસ્થ થઈ રહ્યા છે. આ માહિતી પણ તૈયાર કરવી પડશે. દર્દીઓના કેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ટેસ્ટ રિપોર્ટ પણ દરરોજ શેર કરવો પડશે.