ચેન્નઈઃ દ્રવિડ મુનેત્ર કડગમ (DMK)ના અધ્યક્ષ એમ.કે સ્ટાલિને CAA-NRC વિરૂદ્ધ કોલાથુરમાં હસ્તાક્ષર અભિયાન શરૂ કર્યુ છે. જેમાં તેઓ એકઠાં થયેલાં હસ્તાક્ષરોને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ રજૂ કરીને પોતાનો વાત રજૂ કરશે.
આ દરમિયાન તેમણે જનસંબોધન કરતાં કહ્યું હતું કે, "DMK અને તેના સહયોગીઓએ 2થી 8 ફેબ્રુઆરી સુધી CAA, NRC અને NPR વિરૂદ્ધ તમિલનાડુમાં હસ્તાક્ષર અભિયાનનું આયોજન કર્યુ છે. જેમાં ભેગા થયેલા હસ્તાક્ષરને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપવામાં આવશે."
એમ. કે સ્ટાલિને શનિવારે રજૂ કરાયેલા બજેટ વિશે વાત કરતાં કહ્યું હતું કે, "આ બજેટ ગરીબો અને છેવાડાના લોકો માટે નથી, પણ અમીરોનો મોભો વધારનારું છે. જેનાથી ગરીબો અને દલિતોનું કલ્યાણ થવાનું નથી."