ETV Bharat / bharat

કોંગ્રેસ પક્ષની દુવિધાઓ

author img

By

Published : Aug 25, 2020, 10:19 PM IST

ઇન્દિરા ગાંધીના જમાનાથી કોંગ્રેસમાં સ્થિતિ બદલાઈ નથી. વર્ષોથી આ રીતે જ તેનું કામકાજ ચાલતું રહ્યું છે. કોંગ્રેસમાં પહેલાં વાતનું વતેસર થાય અને પછી સામુહિક ગાન શરૂ થાય કે ગાંધી પરિવાર સિવાય કોંગ્રેસનું કોઈ ભવિષ્ય નથી. ગુણગાનના મંત્રો વચ્ચે ગાંધી પરિવારના સભ્યોની ભગવાનની જેમ અર્ચના થાય અને સમગ્ર કોંગ્રેસ પરિવાર તેનો ભક્તગણ હોય તેવી રીતે પાર્થનાઓ થાય. કોંગ્રેસમાં ફરી એક વાર એવું જ થયું. એ સાબિત થઈ ગયું કે કોંગ્રેસ માત્ર ગાંધી પરિવારમાંથી જ કોઈને નેતા તરીકે સ્વીકારી શકે છે. તે સિવાય કોઈ સ્વીકાર્ય થતું નથી.તે સિવાય કોઈ સ્વીકાર્ય થતું નથી. સોનિયા ગાંધી નહિ તો રાહુલ ગાંધી અને ભવિષ્યમાં જરૂર પડે તો પ્રિયંકા ગાંધી તો અનામત શક્તિ તરીકે છે જ.

congress-party
કોંગ્રેસ પક્ષની દુવિધાઓ

નવી દિલ્હી: એક જૂની કહેવત છે કે ભગવાન રામ વિના દુનિયા ચાલે નહિ અને શ્રી રામને હનુમાન વિના ચાલે નહિ. ભારતમાં આઝાદી પછી સૌથી વધુ લાંબો સમય શાસન કરનાર 135 વર્ષ જૂની કોંગ્રેસને પણ આ વાત લાગુ પડે છે. કોંગ્રેસ ગાંધી વિનાનું અસ્તિત્વ કલ્પના કરી શકતી નથી, જ્યારે ગાંધી પરિવાર યસ મેન સિવાય, વફાદારો સિવાય કોઈનું વિચારી શકતો નથી. અડધો ડઝન વફાદારોને ખબર હોય છે કે પીડા ક્યારે આપવી અને ક્યારે ઔષધી આપવી. આ જ લોકો છે જે પીરની દરગાહ પર ઉર્સનું આયોજન કરે છે. મીડિયાની ભાષામાં તેને કોટરી અથવા ટોળકી કહેવામાં આવે છે. આ લોકો જ ખરા હાઇ કમાન્ડ છે, જે સૂચનો આપે છે અને નિર્ણયો કરે છે અને નેતાગીરી માટે સૂત્રોચ્ચાર કરનારા ટોળાને પણ એકઠું કરે છે.

ઇન્દિરા ગાંધીના સમયમાં પણ આ કલ્ચર ચાલતું રહ્યું હતું, પણ ફરક એટલો હતો કે ઇન્દિરા ગાંધી સમગ્ર દેશની વાસ્તવિકતાથી પરિચિત હતા. પક્ષમાં કોન કેટલી ઉપયોગીતા છે તે જાણતા હતા અને રાજ્યોમાં સત્રપ તરીકે કોનું કેટલું જોર છે એ જાણતા હતા. એટલું જ નહિ રાજકારણની આંટીઘૂંટી પણ જાણતા હતા. તેઓ રાજકારણની નાડી જાણતા હતા અને લોકોની નાડ પણ પારખતા હતા. એટલે જ તેઓ પડકારો જાણતા હતા અને તેનો સામનો કેવી રીતે કરવો તે પણ જાણતા હતા.

ઇન્દિરા ગાંધી જેટલી જ રાજકીય સૂઝ અને સમજદારી સોનિયા ગાંધીમાં હોય તેવું આપણે ધારી લઈએ તે યોગ્ય ના કહેવાય. તેથી જ તેમને મદદ માટે કોટરીની જરૂર હોય છે. નિર્ણયો લેવા માટે તેમણે આ વફાદારોની ટોળકી પર આધાર રાખવો પડતો હોય છે. તેના કારણે પક્ષ પર તેમની પકડ જળવાઈ રહી, પરંતુ દેશની સૌથી જૂની પાર્ટીને બહુ મોટું નુકસાન થયું છે.

છેલ્લા બે દાયકા દરમિયાન કોંગ્રેસમાં વફાદાર દરબારીઓનો દબદબો રહ્યો છે. કેન્દ્રમાં 10 વર્ષ સુધી યુપીએની સરકાર હતી ત્યારે હાઇ કમાન્ડની ખોટી આભા છવાયેલી રહી હતી. માત્ર વડા પ્રધાન મનમોહન સિંહની જવાબદારી ગણાતી રહી અને પરદા પાછળ હાઇ કમાન્ડનો દોરી સંચાર ચાલતો રહ્યો.

કોંગ્રેસનું જહાજ શા માટે ડૂબ રહ્યું છે તે સમજવા માટે થોડા તેના ઇતિહાસમાં જવું જરૂરી છે. રાજકારણના સમુદ્રમાં આ જહાજ કેમ ખરાબે ચડ્યું છે? નરેન્દ્ર મોદી અને તેમણે ઊભા કરેલા રાજકીય તોફાનમાં કેમ જહાજ ટકી શકતું નથી? ભાજપે રાહુલ ગાંધીની ‘પપ્પુ’ ઇમેજ ઊભી કરી દીધી તેમાંથી કેમ બહાર આવી શકતા નથી?

શા માટે કોંગ્રેસના દરબારીઓ ગંભીરતાનો દેખાવ કરે છે, પણ રાહુલ ગાંધીને સફળ બનાવવા સામુહિક પ્રયાસો કેમ નથી કરતા? એવું નથી થઈ રહ્યું કેમ કે રાહુલ એ સોનિયા ગાંધી નથી. લોકપ્રિય નેતા તરીકેની આભા ભલે રાહુલ ગાંધીમાં ના હોય, પણ તેઓ કોંગ્રેસના પ્રમુખ તરીકે દરબારીઓ કેવી રીતે કામ કરે છે તે જાણી શક્યા હોત. તેમણે સંગઠનની આંટીઘૂંટી અને દેશભરમાં ફેલાયેલા પક્ષના માળખાને સમજી લેવાની જરૂર હતી.

2014માં લોકસભા ચૂંટણીમાં ખરાબ રીતે હારી ગયા પછી રાહુલ ગાંધીએ મનોમંથન માટે કેટલાય દિવસો સુધી બેઠકો કરી હતી. તેમણે રાજ્યોના નેતાઓ અને કાર્યકરોને સાંભળ્યા હતા. તેના કારણે પક્ષનું સાચું ચિત્ર તેમની સામે આવી ગયું હતું. તેમને સમજાઈ ગયું કે પક્ષને બેઠો કરવા માટે આ દરબારીઓથી છૂટકારો મેળવવો જરૂરી છે અને ત્યારથી જ કોંગ્રેસમાં આંતરિક લડાઈ શરૂ થઈ ગઈ હતી.

કોંગ્રેસને મજબૂત કરવા માટે રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીની આસપાસ ગોઠવાયેલી ટોળકીને હટાવવાનું શરૂ કર્યું. તેમણે પોતાની નવી ટીમ બનાવવાનું શરૂ કર્યું. તેમણે સોનિયા ગાંધીના શક્તિશાળ રાજકીય મંત્રી અહમદ પટેલ અને તેમના ટેકેદારો સામે પડવાનું શરૂ કર્યું. તેમણે બહુ સારા ઇરાદા સાથે કામગીરી શરૂ કરી હતી, પરંતુ અનુભવ અને કુશળતાના અભાવે તેઓ ભૂલો પણ કરવા લાગ્યા. તેમની આસપાસ ઓક્સફર્ડ અને હાર્વર્ડમાં ભણેલા યુવા નેતાઓ ગોઠવાવા લાગ્યા, જેઓ પશ્ચિમના રાજકારણથી પ્રભાવિત હતા.

આ યુવા નેતાઓ ભારતની 135 જૂની કોંગ્રેસના પરંપરાગત ઢબના રાજકારણને સમજી શકે તેમ નહોતા. પક્ષ ચલાવવા માટે સર્વે, ઇન્ટરવ્યૂ અને પેરામિટર્સ નક્કી થવા લાગ્યા. નિમણૂક કરવાની પ્રથા બંધ થઈ અને પક્ષની યુવા પાંખ અને વિદ્યાર્થી પાંખમાં ચૂંટણીઓ કરવામાં આવી. હોદ્દેદારો માટે ચૂંટણીઓ થવા લાગી. જૈસે થે સ્થિતિ ઇચ્છતા જૂના કોંગ્રેસીઓથી આ સહન થાય તેવું નહોતું.

રાહુલ આટલાથી અટક્યા નહિ. તેમણે પોતાની પસંદના યુવાન નેતાઓને રાજ્યોના એકમોમાં મૂકવાનું શરૂ કર્યું. પક્ષના જૂના સત્રપોને લાગ્યું કે આ તેમની સામેનો પડકાર છે. આ વાત ઉદાહરણથી સમજીએ. ભૂપિન્દર સિંહ હૂડા હરિયાણામાં 10 વર્ષ સુધી મુખ્ય પ્રધાન રહ્યા હતા. હરિયાણામાં પ્રદેશ પ્રમુખ તરીકે અશોક તંવરને મૂકવામાં આવ્યા તે હૂડાને પસંદ પડ્યું નહોતું. વિવાદો વધી પડ્યા અને આખરે ડૉ. તંવરે કોંગ્રેસ છોડી દેવી પડી.

રાહુલ ગાંધી 2014થી 2019 સુધી પક્ષમાં ફેરફારો માટે મથતા રહ્યા. તે વખતે તેમની સામે અસરકારક વિપક્ષી નેતા તરીકે પોતાને સાબિત કરવાનો પણ પડકાર હતો. રાહુલ સારા વક્તા નથી. પૂરતી તૈયારી વિના ઘણી વાર સંસદમાં તેમની રજૂઆત નબળી દેખાય છે. તેનું કારણ એ કે મેદાનમાં સંઘર્ષ કરીને અનુભવ મેળવવાનો હોય તે તેમને મળી શક્યો નથી. તેના કારણે તેમણે સંસદમાં વડા પ્રધાન મોદીને ભેંટવાની કોશિશ કરી ત્યારે તેમની મજાક થઈ હતી. મોદી રાજકારણના અઠંગ ખેલાડી છે, જ્યારે પપ્પુ તરીકેની છાપ રાહુલ ગાંધીને નડી ગઈ. તેથી જૂના કોંગ્રેસીઓને લાગ્યું કે તેમના માટે તક છે. તેમને લાગ્યું કે રાહુલ ગાંધીએ તેમને ગુરુ તરીકે સ્વીકારવા જોઈએ અને તેમની સલાહ પ્રમાણે કામ ચાલવું જોઈએ.

યુવાન અને મક્કમ રાહુલ ગાંધી રાજકારણના આટાપાટામાં પડવાના બદલે મનની શાંતિ માટે વિપાસના કરવા જાય છે. તેમના માતા સોનિયા ગાંધી સ્થિત સમજે છે. તેથી જ તેઓ વફાદારોને સ્ક્રિનિંગ કમિટિમાં નિમતા રહ્યા અને ટિકિટો આપનારી સમિતિમાં તેમને મૂકતા રહ્યા. તે રીતે આ નેતાઓની 'દુકાનો' ચાલતી રહે તેવું કરતા રહ્યા.

2019ની ચૂંટણીમાં ફરી કોંગ્રેસને શરમજનક હાર મળી. રાહુલ ગાંધી સામે માત્ર મીડિયામાં નહિ, પક્ષમાંથી પણ ટીકાનો સામનો કરવો પડ્યો. હારની જવાબદારી સ્વીકારીને તેમણે પક્ષના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું. કોંગ્રેસમાં આવું ક્યારેય થયું નહોતું, પરંતુ કોટરી ખુશ હતી. અહમદ પટેલ, ચિદંબરમ, એ.કે. એન્ટની, મોતીલાલ વોરા અને અન્યો સોનિયા ગાંધીને વચગાળાના પ્રમુખ બનાવવામાં સફળ રહ્યા.

જો આ નેતાઓએ પ્રિયંકા ગાંધીને જનરલ સેક્રેટરી બનાવીને હાઇ કમાન્ડનો હિસ્સો ના બનાવ્યાં હોત તો રાહુલ ગાંધી પોતાની રીતે કામ કરી શક્યા હોત. તેઓ પોતાની પસંદના કોઈને પ્રમુખ બનાવી શક્યા હોત, જે કોટરીના નેતાઓને પસંદ ના પડ્યું હોત. પ્રિયંકા ગાંધીએ માતાને વચગાળાના પ્રમુખ બનવા માટે મનાવી લીધા, જેથી પક્ષનું નેતૃત્ત્વ પરિવારમાં જ રહે.

હવે કોંગ્રેસની વર્તમાન સ્થિતિ પર આવીએ, જેનાથી ઘણાને નવાઈ લાગે છે. પક્ષન 23 નેતાઓએ લખેલા પત્રથી પક્ષમાં હલચલ મચી ગઈ હતી. જો હું કહું કે પક્ષના 'સૌથી મોટા મેનેજર' અહમદ પટેલની આ બહુ વિચારેલી ચાલ હતી તો ઘણાને વાત ગળે નહિ ઉતરે. અગાઉ કહ્યું હતું તે પ્રમાણે દરબારીઓ જ સમસ્યા ઊભી કરે અને પછી ઉકેલ પણ લાવી પડે. કોંગ્રેસમાં આજના મુખ્ય કારોબારી અહમદ પટેલ છે, જેમની અવગણના ઘણા વખતથી રાહુલ ગાંધી કરી રહ્યા હતા. જોકે પ્રિયંકા અને સોનિયા હજી પણ અહમદ પટેલની સલાહ માને છે. એવી શક્યતા હતી કે રાહુલ ગાંધી હજી પણ પરિવાર સિવાયની કોઈ વ્યક્તિને પ્રમુખ બનાવવા માગતા હતા. તે યોજનાને નિષ્ફળ બનાવવા માટે કોટરીએ આખી યોજના ઘડી કાઢી હતી.

ઇન્દિરા ગાંધીના વખતથી ગુલામ નબી આઝાદ સૌથી અગત્યના નેતા રહ્યા છે. તેઓ ગમે તેવી સ્થિતિમાં ટકી જાય તેવા છે. તેઓ એક માત્ર એવા નેતા છે, જેઓ સતત કોંગ્રેસ કારોબારીમાં નિમાતા રહ્યા છે. તેઓ મહામંત્રી તરીકે લગભગ બધા રાજ્યોના પ્રભારી રહી ચૂક્યા છે. તેમની રાજ્યસભાની મુદત પૂરી થવામાં છે. અહમદ પટેલને પાંચમી વાર રાજ્યસભાની ટિકિટ મળી ગઈ, પણ આઝાદ માટે સ્થિતિ મુશ્કેલ છે. તેઓ દિગ્વિજય સિંહ જેવા મજબૂત નેતા પણ નથી કે કોઈ રાજ્યના ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરીને પણ તેમને જીતાડે. તેઓ કંઈ મનમોહન સિંહ પણ નથી.

હવે સમસ્યા એ થઈ કે રાહુલ ગાંધીએ પોતાની વગનો ઉપયોગ કરીને પોતાની પસંદના કે. સી. વેણુગોપાલ અને રાજીવ સાતવને રાજ્યસભામાં મોકલી આપ્યા. ગુલાબ નબી આઝાદ, કપિલ સિબ્બલ અને આનંદ શર્મા જેવા નેતાઓને આ વાત યોગ્ય લાગી નથી. મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધીને પસંદ કરે છે. તેમને અગાઉ લોકસભામાં નેતા બનાવાયા હતા. તેમને હવે રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે. ગુલામ નબી આઝાદ નિવૃત્ત થાય તે સાથે જ ખડગેને રાજ્યસભામાં કોંગ્રેસના નેતા બનાવવાનું રાહુલ નક્કી કરે તેવી શક્યતા છે.

અસંતુષ્ટો માટે આ જ સ્થિતિ વિકટ બની છે. લોકસભામાં રાહુલ ગાંધીએ અધિર રંજન ચૌધરીને નેતા બનાવી દીધા છે. બંગાળના ચૌધરીના બદલે પોતાને આ પદ મળવું જોઈતું હતું તેવું મનીષ તિવારી માને છે. જોકે રાહુલ ગાંધી 2014ની ચૂંટણી વખતથી તિવારીથી નારાજ છે, કેમ કે તે વખતે તબિયતનું બહાનું બતાવીને તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. હકીકતમાં તેમને હારી જવાની શક્યતા લાગતી નથી.

એ જ રીતે વિવેક તનખાને એવું લાગે છે કે તેઓ બહુ મોટા નેતા છે અને તેમને મધ્ય પ્રદેશમાં પ્રદેશ પ્રમુખ બનાવવા જોઈએ. તેની સામે જૂના નેતાઓએ ખાનગીમાં નારાજગી બતાવી હતી. આ બધા અસંતોષમાં દરબારીઓને તક મળી ગઈ. આ અસંતોષનો ઉપયોગ તેમણે રાહુલ ગાંધી સામે કર્યો. સોનિયા ગાંધીની મુદત પૂરી થાય અને કોઈને પ્રમુખ બનાવાય તે પહેલાં રાહુલ ગાંધીની ક્ષમતા સામે સવાલો ઊભા કરવાના હતા.

એવું લાગે છે કે નિશાન બરાબર લાગ્યું છે. રાહુલ ગાંધીની અનિચ્છા છતાં સોનિયા ગાંધીને વચગાળાના પ્રમુખ તરીકે ચાલુ રાખવામાં આવ્યા છે. એઆઇસીસીનું અધિવેશન મળે અને પ્રમુખની પસંદગી ના થાય ત્યાં સુધી તેઓ જ પ્રમુખ રહેશે. ત્યાં સુધીમાં સંતુલન માટેની ગોઠવણો થશે. એવી છાપ ઊભી કરવામાં આવી કે ગાંધી પરિવાર સામે બળવો થઈ રહ્યો છે અને તેના કારણે સોનિયા ગાંધી દબાણમાં આવી ગયા. તેના કારણે રાહુલ ગાંધી અને તેમના માણસોને પણ થાળે પાડી દેવાયા. આવા સંજોગોમાં રાહુલને પ્રમુખ બનાવાય તો પણ વીટો પાવર સોનિયા અને પ્રિયંકા ગાંધી પાસે જ રહે.

આ રીતે કોંગ્રેસ પાસે માત્ર ત્રણ જ વિકલ્પો રહી ગયા – સોનિયા, પ્રિયંકા અને રાહુલ. એ વાત પણ સાચી છે કે ગાંધી પરિવાર કોંગ્રેસ પરનો પોતાનો કબજો જતો કરવા માગતા નથી. રાહુલ ગાંધી પણ પોતાના રાજકીય અસ્તિત્વ માટે જ બલીદાન આપવાની વાત કરી રહ્યા છે. પ્રિયંકા ગાંધીની મહત્ત્વાકાંક્ષાઓ પણ જાણીતી છે. 2024 સુધી કોંગ્રેસ પોતાનું ઘર થાળે પાડવામાં જ વ્યસ્ત રહેશે અને નરેન્દ્ર મોદી રામ મંદિરમાં પૂજા કરીને વધુ એક મુદત માટે મતો માગવા નીકળી પડશે.

જોકે આશાવાદની બાબતમાં કોંગ્રેસીઓનો જોટો જડવો મુશ્કેલ છે. લોકો માટે શેરીઓમાં આવીને લડત આપવાના બદલે, તે લોકો પક્ષમાં પોતાનું વર્ચસ જમાવી રાખવા લડતા રહે છે. તેમને એવું કહેવાનું બહુ ગમે છે કે મોદી અથવા ભાજપ જ્યારે પણ ભૂલ કરશે ત્યારે એક માત્ર વિકલ્પ તેઓ જ છે અને તેઓ સત્તામાં પરત આવશે.

-રાજીવ આચાર્ય, સિનિયર પત્રકાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.