દવાંગેરે (કર્ણાટક): રાજ્યના દવાંગેરેના જયાનગરમાં વાંકાદરી ફેમિલિ અને ચિંતલ ફેમિલિ લગ્ન માટે એક અલગ જ વિચાર કર્યો.
રણજીતા અને નવીનનાં લગ્નમાં ફક્ત 50 લોકોને જ બોલાવવામાં આવ્યા છે. આ લગ્નપ્રસંગમાં મિત્રો, સંબંધીઓ અને સગા વાહલાઓની ખામીને પરિપૂર્ણ કરવા માટે પરિવારને એક નવો વિચાર મળ્યો છે.
તેઓએ લગ્નને ફેસબુક લાઇવથી જોડવાની યોજના બનાવી હતી. લગ્ન 15 જૂનને સવારે 9.30 કલાકે દવાંગેરેના કન્નિકા પરમેશ્વરી મંદિરમાં થશે અને બપોરે 1 વાગ્યે રિસેપ્શન રાખવામાં આવશે.
લગ્ન કાર્યક્રમ, ધાર્મિક પદ્ધતિ મુજબ કરવામાં આવશે. જે ફેસબુક લાઇવમાં બતાવવામાં આવશે.
ફેસબુક બુક પર લાઇવ લગ્ન સમારોહ જોવા માટે લગ્નના આમંત્રણ કાર્ડમાં નંદ કિશોરની પ્રોફાઇલનું નામ આપવામાં આવ્યું છે.
લગ્નમાં ફક્ત કન્યાનાં 25 અને વરરાજાનાં 25 લોકો જ જોડાશે. કન્યા દ્વારા થર્મલ સ્ક્રિનિંગ, માસ્ક અને સેનિટાઇઝર પણ પ્રદાન કરવામાં આવશે.