ઘાસચારા કૌભાંડ કેસમાં 5 જુલાઇના રોજ સુનાવણી કરવામાં આવી હતી, પરંતુ લાલુને રાંચી હાઇકોર્ટમાંથી રાહત નહોતા મળી શક્યા. લાલુ યાદવે જામીન માટે અરજી કરી હતી, પરંતુ હાઇકોર્ટે આ બાબતે સુનાવણી માટે 12 જુલાઇની તારીખ નક્કી કરી હતી.
આ વર્ષે 29મે ના દિવસે રાંચીની એક વિશેષ કોર્ટે કરોડો રૂપિયાના ઘાસચારા કૌભાડમાં 16 આરોપીઓને દોષી ઠરાવ્યા હતા અને તેમને 3 થી 4 વર્ષની સજા પણ સંભળાવવામાં આવી હતી. આ કેસમાં જ CBIની વિશેષ કોર્ટ દ્વારા બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવ અને જગન્નનાથ મિશ્રાને 2013માં દોષી જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ અન્ય 16 આરોપીઓ વિરૂદ્ધ આરોપપત્ર દાખલ કરવામાં આવ્યો હતો. આમાંથી 14 ઘાસની હેરાફેરી કરતા હતા જેમાં 2 સરકારી અધિકારી હતા.