ETV Bharat / bharat

ડેન્ગ્યુ…ડેન્ગ્યુ…ડેન્ગ્યુ, આ ગંભીર રોગથી બચવા શું ધ્યાન રાખવું?, જુઓ અહેવાલ - ડેન્ગ્યુનો ઉદ્ભવના કારણો

ન્યૂઝ ડેસ્કઃ આપણે વાઇરલ તાવને જાણીએ છીએ. દર વર્ષે જ્યારે ઋતુ સંક્રાંતિ થાય છે ત્યારે આવી સમસ્યાઓ ઊછાળો મારે છે. પરંતુ નવો પડકાર ડેન્ગ્યુ છે જે આખા વર્ષ દરમિયાન ખતરા તરીકે ઝળુંબ્યા રાખે છે. તાજેતરમાં આ તાવથી અંદાજે ૩.૩ કરોડ જેટલા લોકો પીડાઈ રહ્યા છે. ૧૦ કરોડથી વધુ લોકો પણ કોઈ લક્ષણો દર્શાવ્યા વગર તેનાથી પીડિત છે. એક સમયે તે માત્ર બાળકોને અને નાનાં શહેરોમાં જ સતાવતો હતો.  હવે તે તમામ વિસ્તારોમાં, કોઈ પણ ઉંમરની વ્યક્તિની સામે સમસ્યા તરીકે ઊભો છે. પહેલાં, જ્યારે સમસ્યા તીવ્ર બનતી ત્યારે લક્ષણો, જેવાં કે પ્લેટલેટ ઘટવા, લોહી જાડું થવું, રક્તસ્ત્રાવ થવો, દેખાવાં લાગતાં હતા. હવે તો આવાં લક્ષણો પણ દેખાતાં નથી, તેથી તે મગજ, હૃદય અને લિવરને અસર કરીને ગંભીર સમસ્યાઓ સર્જી રહ્યો છે. તે આંખો અને સાંધાઓને પણ અસર કરે છે. આ જ કારણ છે કે લોકો તેનાથી આટલા બધા ડરે છે.

dengue-symptoms-and-preventions
author img

By

Published : Nov 11, 2019, 11:20 AM IST

Updated : Nov 12, 2019, 9:42 AM IST

હકીકતે, ૯૮% માટે ડેન્ગ્યુ માત્ર તાવ તરીકે આવે છે અને ચાલ્યો જાય છે. કેટલીક વાર લોકોને તેની સતામણી વિશે જાગૃતિ પણ નથી હોતી. માત્ર એક ટકા દર્દીઓમાં તે ગંભીર રોગ તરીકે દેખા દે છે. વર્તમાન મૃત્યુઓ માટે, આ શ્રેણી સમસ્યા છે. જો યોગ્ય સારવાર લેવામાં આવે તો મોટા ભાગની સમસ્યાઓ અટકાવી શકાય છે. જો મચ્છર ન કરડે તે માટે સાવધાની રાખવામાં આવે તો આપણે અસર પામવાથી બચી શકીએ છીએ. આથી જ ડેન્ગ્યુ વિશે જાગૃતિ જરૂરી છે અને સાવધ રહેવાની જરૂર છે.

ડેન્ગ્યુ…ડેન્ગ્યુ…ડેન્ગ્યુ, આ ગંભીર રોગથી બચવા શું ધ્યાન રાખવું?, જુઓ અહેવાલ

ડેન્ગ્યુનો ઉદ્ભવ ક્યાં થયો?

  • ડેન્ગ્યુનું મૂળ કારણ ફ્લેવિવાઇરસ છે. આમાં, ચાર પ્રકાર છે – ડેન્ગ્યુ ૧, ડેન્ગ્યુ ૨, ડેન્ગ્યુ ૩, ડેન્ગ્યુ ૪. તેઓ માદા મચ્છર-એડીસ એજિપ્તીના કરડવાથી ફેલાય છે. જો કોઈને આ પૈકી એક પ્રકારનો ડેન્ગ્યુ થાય તો તેને તે તાવ ફરીથી નહીં આવે, પરંતુ જો તેને અન્ય પ્રકારનાં મચ્છર કરડે તો તેને તે થઈ શકે છે. આનો અર્થ થાય છે કે એક વ્યક્તિને જીવનમાં ચાર વખત ડેન્ગ્યુ થવાની સંભાવના રહેલી છે. જો તેને અન્ય પ્રકારના વાઇરસથી બીજી વખત તાવ આવે તો તે ખૂબ ગંભીર હોઈ શકે છે.

મચ્છર કરડે તે દરેક વ્યક્તિને તે થઈ શકે?

  • ના. સમસ્યા તો જ થાય જો જે મચ્છર કરડે તેમાં ડેન્ગ્યુનું કારણરૂપ વાઇરસ હોય. જો તે વાઇરસ હોય તો પણ તાવ આવવાની કોઈ સંભાવના નથી. આનું કારણ એ છે કે તે વ્યક્તિને કેટલાક સમય પહેલાં ડેન્ગ્યુ થયો હોઈ શકે છે. તેની સાથે વાઇરસ સામે લડવાના રોગપ્રતિકારક (એન્ટી બૉડી) શરીરમાં હાજર હોઈ શકે છે. ડેન્ગ્યુનો વાઇરસ શરીરમાં દાખલ થાય તો પણ કંઈ બધાં લોકોને તાવનાં લક્ષણો દેખાતાં નથી. માત્ર ૧૦% લોકોમાં જ આ લક્ષણો દેખાય છે. મોટા ભાગના લોકો માટે એક અથવા બે લક્ષણો હોઈ શકે છે. કેટલાકને માથાનો ભારે દુઃખાવો અને શરીર તૂટતું હોય તેમ લાગી શકે છે.

હૉસ્પિટલમાં ક્યારે દાખલ થવું?

  • જ્યારે પેટમાં દુઃખાવો થાય, સતત ઉલટી થાય, પેટ અને છાતીમાં પ્રવાહી ભરાઈ જાય, થાક લાગે, યકૃત (લિવર) મોટું થાય વગેરે લક્ષણો દેખાય ત્યારે દર્દીએ હૉસ્પિટલમાં દાખલ થઈ સારવાર લેવી જોઈએ. જો બ્લડ પ્રૅશર ઘટી જાય, અનિયંત્રિત રક્તસ્ત્રાવ શરૂ થાય, કોઈ અવયવ નિષ્ફળ થવાના સંકેતો (છાતીમાં દુઃખાવો, શ્વાસની સમસ્યા, આંચકીઓ, વગેરે) દેખાય, તો દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં કોઈ વિલંબ કરવો જોઈએ નહીં. ડાયાબિટીસ, હાઇપર ટૅન્શન, પેટમાં ચાંદા, એનેમિયા, સગર્ભાઓ, મેદસ્વી લોકો, એક વર્ષ કરતાં નાની ઉંમરનું શિશુ, વૃદ્ધો, વગેરે લોકોને ડેન્ગ્યુ ગંભીર રીતે અસર કરી શકે છે. આથી જો લક્ષણો સ્પષ્ટ ન હોય તો પણ આવા લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવા જોઈએ અને તેમની સારવાર કરાવવી જોઈએ.

પરિસ્થિતિ પ્રમાણે સારવાર

  • પેરાસિટામોલ માત્ર મધ્યમ તાવ માટે જ પૂરતી છે. જો ઉલટી ન થતી હોય તો ઓઆરએસ પ્રવાહી ચાલુ રાખવું જોઈએ. ખાસ કરીને બાળકોની કાળજી લેવી જોઈએ. તેમને તરત જ હૉસ્પિટલમાં દાખલ કરવાં જોઈએ. જો પ્લેટલેટ કોષો ઘટતા જતા હોય, લોહી જાડું થતું હોય- આવાં લક્ષણો દેખાતાં હોય તો હિમેટોક્રિટ/પેક્ડ સેલ વૉલ્યૂમ, પ્લેટલેટ કોષોને જાણવા લોહીનું પરીક્ષણ જેવાં ટેસ્ટ સમયાંતરે કરવા જોઈએ. જો મોઢેથી ખોરાક ન લઈ શકાતો હોય કે હિમોગ્લૉબિન વધી ગયું હોય કે બ્લડ પ્રૅશરમાં ઘટાડો હોય તો સેલાઇન આપવો જોઈએ. જો કોઈને ફેફસાંમાં પ્રવાહી ગળવાના (લીકેજ)ના કારણે શ્વાસ લેવામાં સમસ્યા હોય તો વેન્ટિલેટરની વ્યવસ્થા કરવી જોઈએ અને સારવાર ચાલુ કરવી જોઈએ. ફેફસાં અને પેટમાંથી પ્રવાહી કાઢવાના કોઈ પ્રયાસો ન કરવા જોઈએ. જો તેમ કરાય તો રક્તસ્ત્રાવ થવાનો ખતરો રહે છે. જો લિવર અને હૃદય જેવાં અવયવોને નુકસાન થયું હોય તો તે મુજબ, સારવાર કરવી જોઈએ.

હૉસ્પિટલમાંથી રજા ક્યારે થશે?

  1. પેરાસિટામૉલની એક પણ ગોળી લીધા વગર સતત બે દિવસ જો તાવ ન આવે તો.
  2. જ્યારે ભૂખ લાગવા માંડે ત્યારે.
  3. જ્યારે ધબકારાનો દર, શ્વાસોચ્છવાસનો દર અને બ્લડ પ્રૅશર સામાન્ય બને.
  4. જ્યારે મૂત્રછૂટ મુક્ત રીતે થાય.
  5. જ્યારે પ્લેટલેટ ઓછામાં ઓછા ૫૦,૦૦૦ કરતાં વધુ હોય, આદર્શ રીતે એક લાખ કરતાં વધુ.
  6. જ્યારે હિમેટોક્રિટ સ્તર સેલાઇન લીધા વગર સામાન્ય હોય.

સાજા થવાનો તબક્કો કયો છે?

  1. તાવ ઘટી જાય પછી, પ્લેટલેટ કોષની સંખ્યા ત્રણ-પાંચ દિવસની અંદર વધી જશે. ધબકારાનો દર, બ્લડ પ્રૅશર, શ્વાસોચ્છવાસ, સામાન્ય થઈ જવા જોઈએ. ઉલટી બંધ થવી જોઈએ, પેટમાં દુઃખાવો બંધ થવો જોઈએ,
  2. પેશાબ છૂટથી ઉતરવો જોઈએ, હિમોગ્લૉબિનનું સ્તર એકસરખું રહેવું જોઈએ. આવું થાય તો તે બતાવે છે કે તાવ ઉતરવામાં છે.
  3. કેટલાક લોકો માટે, ત્વચા પર ફોડલા પણ દૂર થઈ શકે છે અને તેમને ખંજવાળ આવી શકે છે. તેનાથી ડરવાની જરૂર નથી.
  4. લક્ષણો-અલગ-અલગ હોઈ શકે છે
  5. મચ્છર કરડે પછી ત્રણથી ૧૪ દિવસની અંદર ડેન્ગ્યુનો ચેપ ઉભરી શકે છે. આ શરૂઆતના નાજુક, રાહતના તબક્કાઓ હશે.
  6. પ્રથમ તબક્કાના પાંચ દિવસોમાં, નાજુક તબક્કો બે-ત્રણ દિવસોનો હશે.

પ્રથમ તબક્કામાં:

  1. અચાનક જ ભારે તાવ.
  2. માથાનો દુઃખાવો.
  3. આંખની પાછળ દુઃખાવો.
  4. ઉલટી, ઊબકા
  5. શરીર અને સાંધાનો દુઃખાવો
  6. ભૂખ ન લાગવી

નાજુક તબક્કો:

  1. પેટનો દુઃખાવો, શ્વાસ લેવામાં તકલીફ
  2. પેટ અથવા છાતીમાં પ્રવાહી ભરાઈ જવું
  3. વારંવાર ઉલટી થવી
  4. પેઢાં જેવાં સ્થાનોમાંથી લોહી પડવું
  5. ત્વચા પર લાલ ચકામાં
  6. બ્લડ પ્રૅશર ઘટવું, બેભાન થઈ જવું
  7. હાથ અને પગ ઠંડા પડવા
  8. નબળાઈ અને બેચેની
  9. ચીડિયાપણું, સુસ્તી
  10. લિવર મોટું થવું
  11. શરીરમાં હિમોગ્લૉબિન વધવું
  12. પ્લેટલેટ કોષોમાં ઝડપી ઘટાડો

નિદાન કઈ રીતે કરવું?
તાવ આવે પછી એસએસ૧ એન્ટિજન ટેસ્ટ કરાવવો જોઈએ. જો તે હકારાત્મક (પૉઝિટિવ) આવે તો તેનો અર્થ એ છે કે દર્દીને ડેન્ગ્યુ છે. જો તે પાંચ દિવસ પછી હોય તો આઈજીએમ હકારાત્મક હોય તો તેનો અર્થ છે ડેન્ગ્યુ હજુ પણ છે. જો ઝડપી નિદાન પરીક્ષણોમાં ડેન્ગ્યુ પૉઝિટિવ હોય તો પણ પ્રમાણભૂત પરીક્ષણો પુષ્ટિ માટે કરાવવાં જોઈએ. જો જરૂરી હોય તો, આઈજીજી રોગપ્રતિકારક પરીક્ષણો (એન્ટીબૉડી ટેસ્ટ) કરાવવો જોઈએ. જેમને અગાઉ ડેન્ગ્યુ થઈ ગયો હોય, તેમના માટે આ પૉઝિટિવ હશે. આનો અર્થ થાય છે ડેન્ગ્યુનો હુમલો બીજી અથવા ત્રીજી વાર થયો છે. આવો ડેન્ગ્યુ ખતરનાક સાબિત થઈ શકતો હોવાથી વધુ કાળજી માટે આઈજીજી પરીક્ષણ કરાવવું જોઈએ.

શું કરવું અને શું નહીં?

  1. તાવ ઉતારવા તમે પેરાસિટામૉલ લઈ શકો છો.
  2. દુઃખાવો ઘટાડવા માટે બ્રુફૅન, એનાલ્જિન, ડિક્લૉફેનાક, ઍસ્પિરિનનો ઉપયોગ ન કરવો જોઈએ.
  3. ઇન્ટ્રા-મસ્ક્યુલર ઇન્જેક્શનો લેવાં ન જોઈએ.
  4. એન્ટીબાયૉટિક, એન્ટીવાઇરલ દવાઓ ન લેવી જોઈએ.
  5. જો જરૂરી ન હોય તો લોહી, પ્લેટલેટ, સેલાઇન ચડાવવાં ન જોઈએ. તેમના માટે ડૉક્ટરો પર દબાણ ન કરવું જોઈએ.
  6. પૂરતું પ્રવાહી પીવું જોઈએ.
  7. પૂરતો આરામ કરવો જોઈએ.
  8. તાવ ઘટે તે પછી વધુ કાળજી લેવી જોઈએ.
  9. બિનજરૂરી ફળો અને ફળોનો રસ લેવો ન જોઈએ. તેનાથી લોહીમાં પૉટેશિયમનું સ્તર ઊંચું જશે અને હૃદયના ધબકારા અનિયમિત બની જશે.
  10. જ્યારે તાવ આવતો રહે અને જો ઉલટી ન થાય અને દર્દી જમી શકતો હોય
  11. તાવ ઘટે તે પછી સામાન્ય ખોરાક લેવો જોઈએ. કોઈ ખાસ ખોરાકની જરૂર નથી.

પપૈયાંનાં પાંદડા/ફળોના રસથી પ્લેટલેટનું પ્રમાણ વધી શકે છે. પરંતુ તેનાથી તે એટલી હદે નથી વધતું કે જેથી ડેન્ગ્યુ ઘટે. આથી કોઈએ માત્ર તેમના પર આધારિત ન રહેવું જોઈએ અને સારવાર લેવાનું ટાળવું ન જોઈએ.

તાવ ઘટે તે પછી વધુ જોખમ
અનેક લોકોને લાગે છે કે તેમણે ત્યારે જ હૉસ્પિટલમાં રહેવું જોઈએ જ્યારે તાપમાન ઊંચું હોય. એક વાર તે ઘટવા લાગે ત્યારે તેઓ ઘરે જવા માટે આગ્રહ કરવા લાગે છે. ખરેખર તો તાપમાન સામાન્ય થવા લાગે ત્યારે જ ખરો ખતરો શરૂ થાય છે. બ્લડ પ્રૅશર, પ્લેટલેટમાં ઘટાડો આ સમય દરમિયાન શરૂ થાય છે. આથી, કોઈએ એવું ન માની લેવું જોઈએ કે તાવ ઉતરી ગયો હોવાથી હવે કોઈ તકલીફ નથી. તે પછી જ વધુ તકેદારી રાખવાની જરૂર છે.

પ્લેટલેટ ક્યારે દાખલ કરવાના? કોના માટે?
દરેક ડેન્ગ્યુવાળા દર્દીમાં પ્લેટલેટ દાખલ (ઇન્જેક્ટ) કરવાની જરૂર નથી. જ્યારે પ્લેટલેટ પ્રમાણ એક લાખ કરતાં ઘટે ત્યારે તેને ડૉક્ટરના નિરીક્ષણ હેઠળ રાખવો જોઈએ. જો પ્લેટલેટની સંખ્યા ૫૦ લાખ કરતાં ઘટે તો દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવો જોઈએ અને તેના પર બરાબર નજર રાખવી જોઈએ. પ્લેટલેટ ૨૦ હજાર કરતાં પણ ઘટી જાય અને રક્તસ્ત્રાવનાં લક્ષણો દેખાય, તો આપણે પ્લેટલેટ પૂરા પાડવા જોઈએ. જો પ્લેટલેટ ૧૦ હજાર કરતાં પણ ઘટી જાય તો રક્તસ્ત્રાવ હોય કે ન હોય, પ્લેટલેટ ચડાવવા જોઈએ.

સાવચેતી અગત્યની
ડેન્ગ્યુથી પીડાવું તે કરતાં તેને થવા ન દેવો અગત્યનું છે. જો આપણે મચ્છરને આપણને કરડવા ન દઈએ તો આપણે ડેન્ગ્યુથી સંપૂર્ણપણે બચી શકીએ છીએ. ઘરની આસપાસ કોઈ બંધિયાર પાણી ન હોય તેની કાળજી લેવી જોઈએ. જ્યારે આપણે બહાર જઈએ ત્યારે આખી બાંયનાં શર્ટ અને પેન્ટ પહેરવાં જોઈએ. મચ્છર પ્રતિકારક ક્રીમ હાથ અને પગ પર લગાડવું જોઈએ.

Intro:Body:

sd

Conclusion:
Last Updated : Nov 12, 2019, 9:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.