દિલ્હીઃ ગાઝિયાબાદમાં નાની-નાની બાબતે પણ ગોળીબારી કરવામાં આવે છે. દિવસેને દિવસે આવા કિસ્સાઓ પણ વધી રહ્યાં છે. તાજેતરમાં જ સિહાની ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના નંદગ્રામમાં એક ઘટના સામે આવી છે. જેમાં તરૂણ નામના યુવકને ગાડી ઉભી રાખવાના વિવાદમાં ગોળી મારવામાં આવી હતી. હાલ, તરૂણ યશોદા હોસ્પિટરમાં સારવાર હેઠળ છે.
આરોપી ઘટનાને અંજામ આપીને ફરાર છે. ત્યારે પોલીસે ઘટનાની તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તરુણના પરિવારના જણાવ્યાનુસાર, અમારા ઘર તરફ એક માથાભારે વ્યક્તિ જોર-જોરથી ગાડીનો હોર્ન વગાડતો હતો. જેનો તરુણે વિરોધ કરતો એ વ્યક્તિએ તરુણન પર ફાયર કર્યુ હતું.
આરોપી પહેલા પણ ઝડપભેર ગાડી ચલાવતો હતો
પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં રહેતો આરોપી અગાઉ પણ સાંકડી શેરીઓમાં ઝડપભેર વાહન હાંકતો હોય છે અને જો કોઈ વાહન શેરીમાં પાર્ક કર્યુ હોય, તો તે જોર-જોરથી હોર્ન વગાડે છે. જેને લઈને અગાઉ પણ ઝઘડો થઈ ચૂક્યો છે.
તરૂણ જોખમથી બહાર છે
તરૂણની તબિયત સારી થઈ રહી છે. તે ખતરાથી બહાર છે અને પોલીસે પણ આ મામલે તપાસ કરીને ઝડપથી કાર્યાવાહી કરવાનો દાવો કર્યો હતો. આ ઘટનાથી ફરીએકવાર સાબિત થયું છે કે, લોકો નજીવી બાબતે કોઈને હાનિ પહોંચાડતા પહેલા સહેજ પણ વિચારતા નથી.