દિલ્હીમાં 6 દિવસ ઈવન નંબરવાળી ગાડીઓ અને 6 દિવસ ઓડ નંબરવાળી ગાડીઓ પર પ્રતિબંધ રહેશે. 4 નવેંમ્બરથી ઓડ નંબરવાળી ગાડીઓ ચાલુ રહેશે જેવી કે- 1,3,5,7,9, જ્યારે 5 નવેંમ્બરથી ઈવન નંબરવાળી ગાડીઓ જેવી કે- 2,4,6,8,10 ગાડીઓ ચાલુ રહેશે. આસપાસના રાજ્યોમાં પરાલી બાળવામાં આવતી હોવાથી દિલ્હી ગેસ ચેમ્બર બની જાય છે. પ્રદુષણને રોકવા માટે ઓડ-ઈવન સ્કીમ લાગુ કરવામાં આવી છે.
CM કેજરીવાલે કહ્યુ કે, પ્રદુષણને રોકવા માટે કેન્દ્ર અને પંજાબ સરકારની સાથે તે તેની કક્ષામાં કામ કરી રહ્યા છે. પરંતુ, દિલ્હી સરકાર હાથ ઉપર હાથ ધરીને બેસી ન શકે. વધુમાં જણાવ્યુ કે, ગત વર્ષે ઓડ-ઈવનને લાગુ કરવાથી રાજ્યમાં પ્રદુષણમાં ધટાડો થયો હતો. પ્રયત્ન છે કે આ વખતે પણ પ્રદુષણમાં ધટાડો થઈ શકે.