ETV Bharat / bharat

દેશના ઘણા રાજ્યોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું, લોકો ઠંડીથી ઠરી ગયા - લઘુતમ તાપમાન

દેશના અનેક રાજ્યો સહિત રાજધાની દિલ્હીમાં પણ ઠંડી વધી રહી છે. આજે સવારે દિલ્હીના સફદરજંગ વિસ્તારમાં લઘુતમ તાપમાન 4.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. આ તાપમાન સામાન્ય તાપમાન કરતા ચાર ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગનું કહેવું છે કે, પહાડ તરફથી આવતી ઠંડી હવાના કારણે દિલ્હીમાં તાપમાન ઘટી રહ્યું છે. આગામી દિવસોમાં લોકોને આનાથી વધારે મુશ્કેલી થઈ શકે છે. જ્યારે સમગ્ર દિલ્હીનું તાપમાન 4.4 ડિગ્રી નોંધાયું હતું.

Delhi wakes up to a chilly morning as temperature drops to 3 degree Celsius

author img

By

Published : Dec 18, 2020, 12:16 PM IST

નવી દિલ્હીઃ પ્રાદેશિક હવામાન કેન્દ્ર તરફથી મળતી માહિતી અનુસાર, સવારે 6.10 વાગ્યે સફદરજંગ વિસ્તારમાં ન્યૂનતમ 4.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. સવાર સવારમાં શહેરના અનેક વિસ્તારોમાં ધુમ્મસ જોવા મળી હતી. જ્યારે સવારે 8 વાગ્યા સુધી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિઝિબિલિટી 800 મીટર નોંધાઈ હતી. એટલે આજે દિલ્હીમાં સિવિયર કોલ્ડ ડે હોવાની વાત હવામાન વિભાગે કરી છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ સુધી રહે તેવી હવામાન વિભાગે જણાવ્યું છે.

રાજસ્થાનના 10 જિલ્લામાં ભારી ઠંડી રહેવાની ચેતવણી

રાજસ્થાનની વાત કરીએ તો માઉન્ટ આબુમાં તાપમાન શૂન્યથી પણ નીચે જતુ રહ્યું છે. રેતાળ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું. રાજ્યના 10 જિલ્લા શ્રીગંગાનગર, હનુમાનગઢ, બીકાનેર, જેસલમેર, ચૂરુ, અલવર, ભરતપૂર, બુંદી, સીકર અને ઝુંઝુનુમાં 21 ડિસેમ્બર સુધી ભારી ઠંડી રહેવાની હવમાન વિભાગે ચેતવણી આપી છે.

ઉત્તરપ્રદેશમાં સર્વોત્તમ તાપમાન ગોરખપુરમાં નોંધાયું

ઉત્તરપ્રદેશના કેટલાક ક્ષેત્રોમાં હળવો વરસાદ પડ્યો હતો જ્યારે અન્ય જગ્યાઓ પર વાતાવરણ શુષ્ક રહ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું, ઉત્તરપ્રદેશમાં સર્વોત્તમ 24.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગોરખપુરમાં નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું તાપમાન બરેલીમાં 3.3 ડિગ્રી સેલ્સિયલ નોંધાયું હતું.

પૂર્વોત્તર રાજ્યોમાં પણ ધુમ્મસિયું વાતાવરણ સર્જાય તેવી શક્યતા

હવામાન વિભાગે જણાવ્યું કે, આ સમગ્ર રાજ્યોમાં ઠંડી હવા હિમાલયમાંથી આવી રહી છે. હિમાલયની ઠંડી હવાના કારણે દિલ્હી સહિતના રાજ્યોનું તાપમાન ઘટી રહ્યું છે. કાશ્મીરમાં અત્યારે ન્યૂનતમ તાપમાન શૂન્યથી પણ નીચે જતું રહ્યું છે. આ સાથે જ પૂર્વોત્તરના આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા અને મણિપૂરમાં પણ ધુમ્મસ થાય તેવી શક્યતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.