નવી દિલ્હી: દિલ્હી સરકારે આ હિંસામાં પીડિત પરિવારોને સહાય આપવાની જાહેરાત કરી છે. દિલ્હી હિંસામાં સહાય માટે ફક્ત 69 આવેદન આપવામાં આવ્યા છે. રવિવારે આ પીડિત લોકોને સહાય આપવાની શરૂઆત કરવામાં આવશે. નોંધનીય છે કે, સહાય માટે દિલ્હી સરકારે દેશના મુખ્ય સમાચાર પત્રોમાં એક ફોર્મ પ્રકાશિત કર્યું છે. આ ફોર્મ ભરીને અસરગ્રસ્ત લોકો કેજરીવાલ સરકાર પાસેથી મદદ માટે દાવો કરી શકે છે.
હિંસાથી પ્રભાવિત લોકોની વાસ્તવિક સંખ્યા જાણવા માટે કુલ 4 સબ ડિવિઝનમાં 18 સબ ડિવિઝનલ મજિસ્ટ્રેટને કામ સોપવામાં આવ્યું છે. સમગ્ર મામલાની ગંભીરતાને જોતા રાજ્ય સરકારે SDMની સંખ્યા 18 કરી દેવામાં આવી છે. CM કેજરીવાલે બધા SDMની સાથે મિટિંગ કરી હિંસા ગ્રસ્ત પીડિતોની ઓળખાણ કરીને સહાય આપવાની વાત કરી છે.
દિલ્હી સરકારની જાહેરાત પ્રમાણે પુખ્ત વયના મૃતકોના પરિવારજોને 10 લાખની મદદ કરવામાં આવશે. જેમાં એક લાખ રૂપિયા તાત્કાલિક આપવામાં આવશે અને 9 લાખ રૂપિયા કાગળની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આપવામાં આવશે. સગીર મૃતક પરિવારજનોને 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. જો હિંસાને મોટી ઈજા થઇ છે તો, 5 લાખ રૂપિયા આપવામાં આવશે. સામાન્ય ઈજાગ્રસ્ત થનારને 20 હજાર અને અનાથ માટે 3 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. પશુના નુકસાન માટે 5000ની સહાય આપવામાં આવશે. રિક્ષા માટે 25000 અને ઈ-રિક્ષા માટે 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
અરવિંદ કેજરીવાલે ક્ષતિગ્રસ્ત થયેલા મકાન માટે 5 લાખની સહાયની જાહેરાત કરી છે. જેમાં 1 લાખ ભાડુતો માટે છે. (જો ભાડુતો રહેતા હોય તો) જ્યારે 4,00000 લાખ મકાન માલિક માટે છે. સરકારના પ્રમાણે વ્યાવસાયિક નુકસાન માટે 5 લાખની સહાય આપવામાં આવશે. હિંસામાં ઘરને નુકસાન થયું છે તો, 2.5 લાખ રૂપિયા આપવામાં આવશે. સામાન્ય નુકસાન માટે 15000 રૂપિયા આપવામાં આવશે. દિલ્હી હાઈકોર્ટે પણ દિલ્હી સરકારને રમખાણમાં પીડિત લોકોને સહાય આપવા માટે કહ્યું હતું.
દિલ્હી હિંસામાં પોલીસે કુલ 167 FIR દાખલ કરી છે. આર્મ્સ એક્ટમાં કુલ 36 કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય પોલીસે કુલ 885 લોકોની અટકાયત કરી છે. જેમાંથી કેટલાકની ધરપકડ અને કેટલાક કસ્ટડીમાં છે.