દિલ્હી હિંસા સુનિશ્ચિત કાર્યક્રમ, નિરપક્ષ તપાસ થવી જોઇએ: અસદુદ્દીન ઓવૈસી - દિલ્હી હિંસા
નેતા ઓવૈસીએ બુધવારે કેન્દ્ર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, દિલ્હી હિંસા એક સુનિશ્ચિત કાર્યક્રમ હતો. જેની નિષ્પક્ષ તપાસ થવી જોઇએ. લોકસભામાં દિલ્હી હિંસા પર ચર્ચા કરતા ઓવૈસીએ કહ્યું કે, સત્તા પક્ષના લોકોને દિલ્હી હિંસાને લઇ કોઇ પણ પ્રકારનું દુખ નથી. તેમણે કહ્યું કે,હિંસા પ્રભાવિત વિસ્તારમાં સર્વદળીય પ્રિતનિધિમંડળને ત્યા મોકલમાં આવે અને તપાસ થવી જોઇએ.
નવી દિલ્હી: અસદુદ્દીન ઓવૈસીના નિવેદન પર કાયદકીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, ઓવૈસી વિરષ્ઠ સાંસદ છે અને તેમણે આ સંવદનશીલ વિશે પર સદનમાં આવું નિવેદન ન આપવું જોઇએ. ગૃહ રાજ્યપ્રધાન જી કિશન રેટ્ટીએ આરોપ લગાવ્યો કે, ઓવૈસી અહીં શાંતિની વાતો કરી રહ્યા છે પરતું હૈદરાબાદમાં તેમની પાર્ટીએ ઘણા હિન્દુઓના ઘર ખાલી કરાવ્યા છે.
ત્યારે અમિત શાહે કહ્યું કે, દિલ્હી હિંસાને સુનિશ્ચિત ષડયંત્ર અંતર્ગત કરવામાં આવ્યું છે. જે લોકો પણ આના દોષિઓ છે. તેમના પર કડક પગલા ભરવામાં આવશે. શાહે કહ્યું કે, દિલ્હી હિંસામાં માર્યા ગયા લોકોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરૂ છું.
તેમણે કહ્યું કે, 24 ફ્રેબુઆરીના બપોરે 2 વાગ્યે હિંસાની પ્રથમ ઘટના સામે આવી હતી અને અમને આ વિશે જાણકારી મળી હતી. 25 ફ્રેબુઆરીના રોજ 11 વાગ્યે સાંપ્રદાયિક હિંસાની કોઇ ઘટના સામે નથી આવી.