ETV Bharat / bharat

દિલ્હી હિંસાઃ સ્પેશિયલ સેલે PFI સભ્યની કરી ધરપકડ, પુછપરછ માટે પહોંચ્યું NIA - દિલ્હી હિંસા

સ્પેશિયલ સેલ દ્વારા PFIના એક સભ્યની ધરપકડ કરવામાં આવી છે. રાજધાની દિલ્હીમાં થયેલી હિંસા અંગે તેની પુછપરછ કરવામાં આવી રહી છે. દિલ્હી હિંસામાં PFI તરફ ભંડોળ આપવામાં આવ્યું હતું કે કેમ? અને જો ભંડોળ આપવામાં આવ્યું છે, તો આ ભંડોળ આપવામાં કોનો કોનો હાથ છે, વગેરે બાબતે તેની પુછપરછ કરવામાં આવી રહી છે.

delhi police special cell detained a member of pfi
સ્પેશિયલ સેલે કરી PFI સભ્ય ધરપકડ, પુછપરછ કરવા પહોંચી NIAની ટીમ
author img

By

Published : Mar 9, 2020, 3:05 PM IST

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસની સ્પશિયલ સેલે PFIના સભ્યની ધરપકડ કરી હતી. આ સભ્યનું નામ દાનિશ છે. દાનિશની દિલ્હી હિંસા બાબતે પુછપરછ કરવામાં આવી રહી છે. સોમવારે સ્પેશિયલ સેલની ઓફિસમાં પુછપરછ કરવા NIAની ટીમ પણ આવી પહોંચી છે.

મળતી માહિતી અનુસાર, હિંસા દરમિયાન PFIની ભૂમિકાને લઈને ઘણા સવાલો ઉભા થયા હતા. આ અંતર્ગત સ્પેશિયલ સેલ તપાસ કરી રહી હતી. પોલીસને આ દરમિયાન દાનિશ વિશે જાણકારી મળી હતી. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. PFIએ દિલ્હી હિંસામાં ભંડોળ આપ્યું હતું કે કેમ? અને જો ભંડોળ આપ્યું હતું, તો આ ભંડોળ આપવામાં કોણ કોણ સામેલ છે, વગેરે બાબતે તેની પુછપરછ કરવામાં આવી રહી છે.

NIA ટીમ પુછપરછ કરવા આવી પહોંચી

રવિવારે ISISના સંપર્કમાં રહેલા દંપતીની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પુછપરછ કરવા માટે NIA ટીમ સોમવાર સવારે લોધી કોલોની ખાતે આવેલી સ્પેશિયલ સેલની ઓફિસ પહોંચી હતી. આ ટીમ દંપતી અને દાનિશની ષડ્યંત્ર અંગે પુછપરછ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.