દિલ્હી પોલીસની અનુસાર, આ મામલામાં કોઈ સંજ્ઞેય ગુનો નથી થયો. આ મામલામાં અલગથી માનહાનીનો કેસ દાખલ કરી શકાય છે, પરંતુ કેસ એજ દાખલ કરી શકે જેના વિરૂદ્વ નિવેદન અપાયું હોય.
ગત 26 એપ્રિલે એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મજિસ્ટ્રેટ સમર વિશાલની કોર્ટે દિલ્હી પોલિસને એક્શન ટેકન રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. જાણકારોના પ્રમાણે, આ અરજી જોગિન્દર તુલીએ દાખલ કરી છે. આ અરજીમાં રાહુલ ગાંધીની વિરૂદ્ધ IPCની કલમ 124-Aના હેઠળ મામલો દાખલ કરવાની માગ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ અરજીમાં કેહવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધી પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, PM મોદી જવાનોના મોત પાછળ છે અને જવાનોના બલિદાનોની દલાલી કરી રહ્યા છે.