કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વર્ષગાંઠ નિમિત્તે ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી સંગઠને દિલ્હી વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે ખાસ યોજના જાહેર કરી છે. આ યોજનાની જાહેરાત કરતા NSUIના દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ અક્ષય લાકડાએ જણાવ્યુ હતું કે, સેના, સુરક્ષાદળ, અર્ધસૈનિક દળના જે જવાનો શહીદ થયા હશે અને જે ખેડુતોએ આત્મહત્યા કરી છે એમના બાળકોની ફી દરવર્ષે NSUI દ્વારા ભરવામાં આવશે. આ માટે આવા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવવુ પડશે. આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ NSUI ના nsuifordu@gmail.com ઈમેઈલ આઈડી ઉપર પોતાની માહિતી મોકલવાની રહેશે. ત્યારપછી રાષ્ટ્રીય કમિટિ તેની ચકાસણી કરી મદદ પહોંચાડશે.
આ ઉપરાંત તેમણે મુખ્યપ્રધાન કેજરીવાલને મદારી કહ્યા હતા. તેમણે કહ્યુ હતું કે CM દિલ્હીની જનતાને લલચાવવા માટે મોટા મોટા વાયદાઓ કરે છે. પરંતુ તેઓ આ વાયદાઓ પુરા કરતા નથી. અક્ષય લાકડાએ ABVPના અધ્યક્ષ શક્તિસિંહ ઉપર પણ શાબ્દીક પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યુ હતું કે, UPના CM યોગી આદિત્યનાથે હોસ્ટેલના નિર્માણ માટે મુલાકાતનો માત્ર દેખાડો કર્યો હતો. હકીકતમાં કોઈ કામ કરાતુ નથી.