ETV Bharat / bharat

દિલ્હીને સોમવારે લૉકડાઉનમાં મળી શકે છે આંશિક રાહત, CM કેજરીવાલે કરી જાહેરાત - દિલ્હીમાં સોમવારે લૉકડાઉનમાં રાહત

રાજધાની દિલ્હીને સોમવારે લૉકડાઉનમાં આંશિક રાહત મળી શકે છે. મુખ્ય પ્રધાન કેજરીવાલ રવિવારે બપોરે તેની જાહેરાત કરી શકે છે.

Etv Bharat, Gujarati News, Covid 19, CM Arvind Kejriwal
Delhi may get some concessions in lock down from Monday, CM Kejriwal will announce!
author img

By

Published : Apr 19, 2020, 10:21 AM IST

નવી દિલ્હીઃ લૉકડાઉનના બીજા ચરણના છઠ્ઠા દિવસે દિલ્હીને અમુક રાહતો મળી શકે છે. લૉકડાઉનના કારણે જરુરી સેવાઓ ઉપરાંત બાકી તમામ ગતિવિધિઓ પર પ્રતિબંધ છે, પંરતુ તેમાં અમુક રાહત મળવાની સંભાવના છે.

કેબિનેટ બેઠકમાં થઇ ચર્ચા

Etv Bharat, Gujarati News, Covid 19, CM Arvind Kejriwal
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની જાહેરાત

મહત્વનું છે કે, શનિવારે સાંજે દિલ્હી કેબિનેટમાં મહત્વપૂર્ણ બેઠક થઇ હતી, જેમાં તેને લઇને પણ ચર્ચા કરવામાં આવી હતી કે, દિલ્હીમાં જરુરી સેવાઓ ઉપરાંત પણ લૉકડાઉનમાં અમુક રાહત આપવામાં આવશે. દિલ્હી સરકારના સેક્રેટરી, સર્વિસિસ તરફથી તેને લઇને આદેશ આપવામાં આવ્યા છે, જેમાં જણાવ્યું છે કે, સરકારના તમામ વિભાગ સહિત કર્મચારીઓની સાથે કામ કરી શકે છે.

રાહતને લઇને આદેશ

આ આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ગ્રુપ- A અને ગ્રુપ- Bના કર્મચારીઓ પણ કાર્યાલય આવી શકે છે અને ગ્રુપ - C અને તેની નીચે આવતા કર્મચારીઓ સોશિયલ ડિસ્ટંસિંગનું પાલન કરતા 33 ટકા ઉપસ્થિત રહી શકે છે. આ સમગ્ર આદેશ ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવેલા નિર્દેશ હેઠળ જાહેર કરવામાં આવ્યો છે.

છૂટને લઇને કેન્દ્રએ આ કહ્યું

વધુમાં જણાવીએ તો કેન્દ્ર સરકારે છૂટને લઇને કહ્યું હતું કે, 20 એપ્રિલથી રાજ્ય સરકાર પોતાની રીતે અમુક રાહત આપવાનો નિર્ણય કરી શકે છે અને તેને ધ્યાને રાખીને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પણ દિલ્હીને લૉકડાઉનમાં મળનારી રાહતોની રવિવારે જાહેરાત કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.