ETV Bharat / bharat

દિલ્હીમાં દારૂના વેચાણ માટે ઇ-ટોકન સિસ્ટમ લાગુ કરી - corona virus in delhi

દિલ્હી સરકારે હવે દારૂના વેચાણ માટે ઇ-ટોકન સિસ્ટમ લાગુ કરી છે. દારૂબંધીની દુકાનો પર લાગી રહી ભીડને ધ્યાનમાં રાખીને સરકારે આ સિસ્ટમ લાગુ કરી છે, જેથી નિયમ પ્રમાણે દુકાનમાં સામાજિક અંતરનું પાલન થઈ શકે.

etv bharat
દિલ્હી : દારૂના વેચાણ માટે ઇ-ટોકન સિસ્ટમ લાગુ કરી
author img

By

Published : May 8, 2020, 12:27 AM IST

નવી દિલ્હી: દિલ્હી સરકારે હવે દારૂના વેચાણ માટે ઇ-ટોકન સિસ્ટમ લાગુ કરી છે. દારૂબંધીની દુકાનો પર લાગી રહી ભીડને ધ્યાનમાં રાખીને સરકારે આ સિસ્ટમ લાગુ કરી છે, જેથી નિયમ પ્રમાણે દુકાનમાં સામાજિક અંતરનું પાલન થઈ શકે.

વેબ લિંક કરી જાહેર

આ માટે સરકારે એક વેબ લિંક બહાર પાડી છે. આ લિંકની મુલાકાત લઈને દારૂ ખરીદવા માંગતા કોઈપણ વ્યક્તિ તેની માહિતી ભરી શકશે અને દારૂ ખરીદવા માટેનો સમય મેળવી શકશે. અને તેની મોબાઇલ પર ઇ-કૂપન મોકલવામાં આવશે.

લોકડાઉનમાં દારૂના વેચાણ પર ખૂબ ભીડ ભેગી થઇ હતી.

મહત્વનું છે કે, ત્રીજા લોકડાઉનમાં કેન્દ્ર સરકારે કેટલીક છૂટ આપી છે. જેમાં દારૂની દુકાનોને પણ અમુક શરતો સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાને પગલે દિલ્હી સરકારે સોમવારથી દિલ્હી સ્થિત 200 જેટલી દુકાનો ખોલવાની મંજૂરી આપી દીધી છે. દુકાનો ખોલ્યા બાદ કેટલીક જગ્યાએ સામાજિક અંતરનું પાલન ન થવાની ફરિયાદો ઉઠી હતી. દિલ્હી સરકારે 200 જેટલી દુકાનો ખોલવાનું આદેશ કર્યો હતો, પણ ભીડના કારણે ફકત 50 જેટલીજ દુકાનો ખુલી શકી છે.

નિયમોનું પાલન કરવા માટે ઇ ટોકન

આ સમસ્યાના સમાધાનને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે ઇ-ટોકન સિસ્ટમ દ્વારા દારૂનું વેચાણ કરવાનો નિર્ણય લીધો છે, જેથી દુકાનો પર સામાજિક અંતરના નિયમનોનું પાલન કરવામાં આવે અને કોરોનાના સંક્રમણને અટકાવી શકાય. જેથી દિલ્હી સરકારે https://www.qtoken.in એક વેબ લિંક જાહેર કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.