ચારમાંથી ફક્ત એક આરોપીએ દયા અરજી દાખલ કરી હતી. આ અરજી 4 નવેમ્બરના દાખલ કરવામાં આવી હતી. ભલામણમાં જણાવવામાં આવ્યું છે કે, દયા અરજીના રજૂ કરતાએ અંત્યંત માનવતાનો ગંભીર અપરાધ કર્યો છે. આવા અત્યાચારને રોકવા જરૂરી છે. આ કેસમાં ઉદાહરણ રૂપ દંડ કરવામાં આવે. દયા અરજીનો કોઇ આધાર નથી. આને રદ્દ કરવાની ભલામણ કરીએ છીએ. અગાઉ નિર્ભયાના મા-બાપ પણ રાહત ન આપવા કહી ચૂક્યા છે.
સામુહિક દુષ્કર્મ કાંડમાં આરોપી વિનય શર્માની દયા અરજી રાષ્ટ્રપતિને મોકલવામાં આવી તે આગાઉ રાજ્ય સરાકરના ગૃહપ્રધા સત્યેન્દ્ર જૈને વિશેષ નોટની સાથે રવિવારના રોજ આ અરજીને ફગાવી દીધી હતી.હવે આ અરજી કેન્દ્રીય ગૃહમંત્રાલય પાસે મોકલવામાં આવશે.જે બાદ રાષ્ટ્રપતિ નિર્ણય લેશે.
વિનય શર્માની દયા અરજીને ફગાવતા દિલ્હી સરકારના ગૃહપ્રધાન સત્યેન્દ્ર જેને વિશેષ નિવેદન પણ આપ્યું. તેમણે કહ્યું કે,આ દેશમાં સૌથી ખરાબ બાબતોમાંથી એક છે અને આરોપીઓની દયા અરજી સ્વિકારવામાં નહીં આવે..
ઉલ્લેખનીય છે કે નિર્ભયા કેસના 4 દોષિયોમાં ફક્ત એક વિનય શર્માએ જ દયા અરજી દાખલ કરી છે. તિહાડ જેલે અદાલતને જણાવ્યુ હતું કે આ મામલાના ચારેય આરોપીઓમાંથી 4 નંબરના એક આરોપીએ રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરી છે, જે સરકાર પાસે મોકલી આપવામાં આવી છે